Multitasking In Smartphone: આપણા સ્માર્ટફોનમાં એવા કેટલાય ફિચર્સ અવેલેબલ છે, જેનાથી આપણે અજાણ છીએ, આપણે આપણા સ્માર્ટફોનથી મલ્ટીટાસ્કિંગ કરી શકીએ છીએ. પરંતુ મોટાભાગના લોકો આવી વસ્તુઓને નથી જાણતા. તમને ખબર છે તમારી મોબાઇલની સ્ક્રીન પર વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ એકસાથે ચલાવી શકાય છે, નહીં ને, જાણો આ કઇ રીતે કરી શકાય છે. 


એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 થી ઉપરની તમામ ઓપરેટિંગ સિસ્ટમમા સ્પિલ્ટ સ્ક્રીન (Split Screen) ની સુવિધા મળે છે. આ જ રીતે પિક્ચર ઇન પિક્ચર મૉડ (PIP), ફ્લૉટિંગ વિન્ડો અને ક્વિક સ્વિચિંગ (Quick Switch)નો પણ ઓપ્શન સ્માર્ટફોનમાં મળે છે. 


આ રીતે તમે પણ ચલાવો એકસાથે બે એપ - 
સ્પિલ્ટ સ્ક્રીનનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલા કોઇપણ બે એપ્સ ખોલવાની છે, પછી સ્માર્ટફોનમાં મિનિમાઇઝ બટનને થોડી વાર સુધી દબાવી રાખો. આવુ કરતાં જ તરત જ સ્ક્રીન સ્પિલ્ટ થઇ જશે અને નીચેની સ્ક્રીન પર તમે બીજી એપ ચલાવી શકો છો. 


તમારી સુવિધા માટે અમે અહીં એક તસવીર એડ કરી રહ્યા છીએ, આ જ રીતે તમે ફ્લૉટિંગ સ્ક્રીનને પણ ઓન કરી શકો છો. આ માટે તમારે મિનીમાઇઝ બટનને દબાવવાનુ છે, અને ટૉપ રાઇટ કૉર્નર પર દેખાઇ રહેલા ત્રણ ડૉટ પર ક્લિક કરવાનુ છે. અહીં તમને ફ્લૉટિંગ વિન્ડોનો ઓપ્શન દેખાશે. આના પર ક્લિક કરતાં જ તમે એકસાથે બે-બે કામ કરી શકશો. 


એકમાંથી બીજી એપ પર જવા માટે તમને ક્વિક સ્વિચનો ઓપ્શન મળે છે. તમને બસ મિનીમાઇઝ બટનને બે વાર પ્રેસ કરવાનુ છે, અને તમે તરત જ તે એપ્લિકેશન પર આવી જશો, જેના પર તમે પહેલા કામ કરી રહ્યાં હતો, આ ફિચર બસ તમને એન્ડ્રોઇડ ફોનમા મળશે, અહીં અમે તમને આઇફોનના ફિચરનો વિશેનો ઉલ્લેખ નથી કરતાં. 


 


Tips: ફોનની સ્લૉ સ્પીડને ફાસ્ટ કરવાની આ છે બેસ્ટ રીત, કરી જુઓ સેટિંગ્સ......


Tech Tips: આજકાલ સ્માર્ટફોન યૂઝર્સને સ્માર્ટફોની સ્પીડ લૉ થવાની સમસ્યા વધુ રહે છે, આવુ ગણા બધા કારણોસર થતુ હોય છે, જો તમારો ફોન પણ ધીમો હોય, સ્લૉ કામ કરી રહ્યો હોય, તો અહીં બતાવવામાં આવેલી ટિપ્સને ફોલો કરીને તેની સ્પીડને ફાસ્ટ કરી શકો છો. જાણો સ્પીડ બૂસ્ટ કરવાની આસાન રીત.......


લેટેસ્ટ સૉફ્ટવેર - 
સૉફ્ટવેર અપડેટ ના હોવાના કારણે પણ તમારો ફોન સ્લૉ કામ કરે છે. આવામાં જો તમારો ફોન સ્લૉ થઇ જાય તો તપાસ કરો કે ક્યાંક નવુ સૉફ્ટવેર અપડેટ તો નથી આવ્યુ ને, નવુ અપડેટ દેખાય તો તેને કરી લો. 


એનિમેશન સેટિંગ્સ - 
જો તમારો ફોન સ્લૉ થઇ ગયો છે, તો તેની પ્રૉસેસિંગને બરાબર કરવા માટે એનિમેશન સેટિંગ્સ ચેનજ્ કરો. આ માટે તમારે ડેવલપર ઓપ્શન ઓન કરવુ પડશે, આવુ કરવા માટે Settings માં જાઓ, પછી About Phoneમાં જઇને Software information અને Build Number પર ટેપ કરો. આ પછી તમારા સ્માર્ટફોનમાં ડેવલપર ઓપ્શન દેખાવવા લાગશે. આ પછી એકવાર ફરીથી સેટિંગ્સમાં જાઓ અને ડેવલપર ઓપ્શનમાં જઇને એનિમેશન સેટિંગ્સમાં જઇને ચેન્જ કરો, અહીં તમામ પૉઇન્ટ્સ 1X સેટ માટે દેખાશે. આને પુરેપુરી રીતે ઓફ કરી દો, કે પછી આની વેલ્યૂ 0.5X પર સેટ કરી દો. 


Widgetsને ડિસેબલ - 
જો તમે પણ તમારા સ્માર્ટફોનને Widgets થી ભરી દો છો, તો તમારે આને ડિસેબલ કરવુ જોઇએ. આનાથી તમારા ફોનની સ્પીડ સ્લૉ થઇ જાય છે. જો તમે આને ડિસેબલ રાખો છો તો તમારો ફોન પણ સ્લૉ પ્રૉસેસિંગને બેસ્ટ બનાવી શકે છે. 









જો તમે કોઇ નવો સ્માર્ટફોન લો છો, તો તમે નૉટિસ કર્યુ હશે કે આમાં કેટલાકી પ્રી ઇન્સ્ટૉલ એપ્સ આવે છે, આ તમારા ફોનની સ્પીડને ઓછી કરી દે છે. આવામાં જો તમે ઉપયોગ નથી કરી તો આને ઇન્સ્ટૉલ કરી દો. 


Cache - 
જો તમારો ફોન અચાનક યૂઝ કરતા ચાલતા ચાલતા બંધ થઇ જાય છે, કે પછી હેન્ગ થઇ જાય છે, તો આની પાછળ એપ Cache એક કારણ હોઇ શકે છે. આવામાં સ્પીડને ઠીક રાખવા માટે એપ Cacheને ડિલીટ કરતાં રહો.