Whatsappની પ્રાઇવેટ પોલિસીને લઇને વિવાદ થઇ રહ્યો છે. જો કે Whatsappએ તેમની પ્રાઇવેટ પોલિસીને ત્રણ મહિના સુધી ટાળી દીધી છે. જો કે હજુ પણ આ પોલિસીને લઇને યુઝર્સના મનમાં અનેક શંકા કુશંકાઓ છે. તો આજે અમે આપને જણાવીશું કે, આખરે Whatsapp આપના ક્યા ડેટા કલેક્ટ કરે છે.


Whatsapp આપના ક્યા ડેટા કલેક્ટ કરે છે

Whatsapp આપની અકાઉન્ટની જાણકારી, ફોન નંબર, અકાઉન્ટ સાથે જોડાયેલું નામ, Whatsappનું DP, જે ડિવાઇસ આપ યુઝ કરો છો તે, જે સમયે આપ ઓનલાઇન હો છો, આપના બધા જ કોન્ટેક્ટ. બધા જ ગ્રૂપના નામ, ડિવાઇસ ટાઇપ,  આઇપી એડ્રેસ,ડિવાસ બિલ્ડ નંબર,  ડિવાઇસ મેન્યુફેકચર વેબ, ડેસ્કટોપ વર્જનની ડિટેઇલ જેમાં વ્હોટસઅપ વેબનો ઉપયોગ થાય છે, આપનું સ્ટેટસ, વગેરે સામેલ છે.

Whatsapp આ ડેટાને કરે છે ક્લેક્ટ

આ સિવાય ડેટા સેટિંગમાં આપે 2016નો ટર્મ્સ સર્વિસને મંજૂરી આપી હોવાનો ડેટા પણ સામેલ છે. જેમાં પહેલી વખત ફેસબુક સાથે શેરિંગ માટેની પોલિસી હતી. જેમાં  આપે પહેલી વખત ડેટા શેરિંગનું ઓપ્શન ક્લિક કર્યું હતું કે નહીં તેની ડિટેલ પણ સામેલ છે. આ સિવાય 2018ની ટર્મ્સને એક્સેપ્ટ કર્યુ છે કે નહી તે ડેટા પણ ક્લેક્ટ કરે છે. આ યુઝર્સ પેમેન્ટ સર્વિસની ટર્મ્સ માટે છે કે શું તેને એક્સેપ્ટ કર્યું છે. આ Whatsapp પેમેન્ટ માટે છે.જેની  પોતાની પ્રાઇવેટ પોલિસી છે.