TRAI new rule: 1 ઓક્ટોબર એટલે કે આવતીકાલથી લાખો મોબાઈલ યુઝર્સને ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવી શકે છે. તેમને બેંક દ્વારા મોકલવામાં આવતા OTP એટલે કે વન ટાઈમ પાસવર્ડ મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI) 1 ઓક્ટોબર 2024થી નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે, જેમાં OTT લિંક, URL, APKની લિંક વાળા મેસેજને બ્લોક કરવામાં આવશે. દૂરસંચાર નિયામક 1 સપ્ટેમ્બરથી આને લાગુ કરવાનું હતું, જેને ટેલિકોમ ઓપરેટર્સ અને અન્ય સ્ટેકહોલ્ડર્સની માંગ પર 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યું હતું.


દૂરસંચાર નિયામક 1 ઓક્ટોબરથી નકલી કૉલ અને મેસેજ પર અંકુશ લગાવવા માટે નવા નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે. આમાં યુઝર્સને એવા કોઈ ટેલિમાર્કેટર અને સંસ્થા તરફથી મેસેજ કે કૉલ નહીં આવે, જે વ્હાઇટલિસ્ટેડ નથી. આવી સ્થિતિમાં જે બેંક કે પેમેન્ટ પ્લેટફોર્મે પોતાને વ્હાઇટલિસ્ટ નથી કર્યા, તે બેંક કે પ્લેટફોર્મના યુઝર્સને OTP વાળા મેસેજ રિસીવ નહીં થાય. OTP વગર ઓનલાઈન પેમેન્ટ કરવું શક્ય નથી.


DoT અને TRAIએ દેશના કરોડો મોબાઈલ યુઝર્સને નકલી કૉલ્સ અને મેસેજથી મુક્તિ અપાવવા માટે નિયમો કડક કરી દીધા છે. રિપોર્ટ અનુસાર, ટ્રાઈએ ટેલિકોમ ઓપરેટર્સને કહ્યું છે કે તે તમામ કંપનીઓને રજિસ્ટર કરે જે OTP અને અન્ય જરૂરી માહિતી યુઝર્સને SMS દ્વારા ઉપલબ્ધ કરાવે છે. જો, કંપનીને રજિસ્ટર નહીં કરવામાં આવે તો યુઝર્સને SMS નહીં આવે.


છેલ્લા કેટલાક વર્ષોમાં નકલી મેસેજ અને કૉલ્સ દ્વારા કરોડો રૂપિયાના ફ્રોડના કેસ આવી ચૂક્યા છે. મોટાભાગના કેસોમાં હેકર્સ યુઝર્સને SMS દ્વારા નકલી લિંક, APK ફાઈલની લિંક વગેરે મોકલી રહ્યા હતા. આ લિંક પર ક્લિક કરતાં જ યુઝર્સની વ્યક્તિગત માહિતી અને ડિવાઈસનો એક્સેસ હેકર્સ પાસે પહોંચી જતો હતો અને મોટા પાયે ફ્રોડ કરવામાં આવતું હતું.


દૂરસંચાર નિયામકે ટેલિકોમ ઓપરેટર્સને કહ્યું છે કે OTP, લિંક જેવી મહત્વપૂર્ણ માહિતી વાળા મેસેજ માટે એક નિશ્ચિત ટેમ્પ્લેટનું પાલન કરવામાં આવે, જેથી નકલી મેસેજને ટ્રેક કરવામાં સરળતા રહે. આ ઉપરાંત બેંકિંગ કે અન્ય સેવા પ્રદાન કરનારી એજન્સીઓને વ્હાઇટલિસ્ટ કરવામાં આવે, જેથી તેમના મેસેજ યુઝર્સને પ્રાપ્ત થઈ શકે. નવા નિયમ અનુસાર, જે એજન્સીઓ વ્હાઇટલિસ્ટેડ નથી તેમના દ્વારા મોકલવામાં આવેલા મેસેજ નેટવર્ક દ્વારા બ્લોક કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં યુઝર્સને ઓનલાઈન પેમેન્ટ કરવા માટે OTP પ્રાપ્ત નહીં થાય.


આ પણ વાંચોઃ


Gold Rate Today: સોનાનો ભાવ ઉંધે માથે પટકાયો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ