TRAI voice-only plans: દેશના 120 કરોડ મોબાઈલ યુઝર્સ માટે નવા વર્ષમાં સારા સમાચાર આવી શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) યુઝર્સને રાહત આપવા માટે એક નવી યોજના પર કામ કરી રહી છે. ખાસ કરીને જે યુઝર્સ બે સિમ કાર્ડ રાખે છે અને 2જી ફોનનો ઉપયોગ કરે છે, તેમને આનો મોટો ફાયદો થશે.


હાલમાં એરટેલ, જિયો, વોડાફોન આઈડિયા અને બીએસએનએલ જેવી ટેલિકોમ કંપનીઓ વોઈસ અને ડેટાના સંયુક્ત પ્લાન ઓફર કરે છે, જેમાં કોલિંગની સાથે ડેટા પણ મળે છે. આ ઉપરાંત ડેટા ઓન્લી પેક પણ ઉપલબ્ધ છે, પરંતુ તેમાં ઇનકમિંગ કોલની સુવિધા હોતી નથી. હવે ટ્રાઈ ટેલિકોમ કંપનીઓને માત્ર વોઈસ પ્લાન લોન્ચ કરવા માટે સૂચના આપી શકે છે.


માત્ર વોઈસ પ્લાનથી તે કરોડો 2જી યુઝર્સને ફાયદો થશે જે ફક્ત કોલિંગ માટે જ મોબાઈલ ફોન વાપરે છે. આ ઉપરાંત જે યુઝર્સ બે સિમ કાર્ડ રાખે છે તેમને પણ ફાયદો થશે. સામાન્ય રીતે લોકો એક મુખ્ય અને એક સેકન્ડરી સિમ કાર્ડ રાખે છે. સેકન્ડરી સિમ કાર્ડનો ઉપયોગ ડેટા અથવા કોલિંગ માટે થાય છે. હાલમાં માત્ર વોઈસ પ્લાન ઉપલબ્ધ ન હોવાથી આવા યુઝર્સે મોંઘા રિચાર્જ કરાવવા પડે છે.


હવે જ્યારે ટેલિકોમ કંપનીઓ માત્ર વોઈસ પ્લાન લોન્ચ કરશે, ત્યારે યુઝર્સને તેમના સેકન્ડરી સિમ માટે સસ્તું રિચાર્જ મળી રહેશે. જ્યારે પ્રાથમિક સિમ કાર્ડમાં તેઓ હાલના મોંઘા રિચાર્જ પ્લાનનો ઉપયોગ કરી શકશે. CNBC આવાઝના રિપોર્ટ અનુસાર, ટ્રાઈ ટૂંક સમયમાં આ માટે નવા નિયમો લાવવા જઈ રહી છે, જેથી યુઝર્સ માત્ર વોઈસ અને SMS પેકથી જ પોતાનો નંબર રિચાર્જ કરી શકે. હાલમાં ભારતમાં લગભગ 30 કરોડ 2જી યુઝર્સ છે, જેમને પોતાનો નંબર એક્ટિવ રાખવા માટે મોંઘું રિચાર્જ કરાવવું પડે છે.


ટ્રાઈએ જુલાઈમાં આ માટે કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું, જેથી સ્ટેકહોલ્ડર્સ સાથે મળીને આ માટે માર્ગદર્શિકા તૈયાર કરી શકાય. ટ્રાઈએ આ વર્ષે મોબાઈલ યુઝર્સ માટે ઘણા નવા નિયમો લાગુ કર્યા છે, જેનાથી યુઝર્સને ફેક કોલથી છુટકારો મળશે. આ નવા વોઇસ પ્લાનથી ખાસ કરીને ઓછી આવક વાળા વર્ગને અને બે સિમ કાર્ડ વાપરતા લોકોને ઘણી રાહત મળશે.


આ પણ વાંચો.....


બેંક લોકરમાંથી કરોડો રૂપિયાનું સોનું ચોરાઈ જાય તો પણ તમને આટલા જ પૈસા મળશે, જાણો શું છે નિયમ