Truecaller App: તમે Truecaller એપનો ઉપયોગ કર્યો જ હશે અને જો નહીં, તો તમે તેનું નામ સાંભળ્યું જ હશે. આ એપ અમને સ્પામ કૉલ્સથી બચાવે છે. હવે Truecaller એ તેના યૂઝર્સ માટે એક શાનદાર AI ફિચર લૉન્ચ કર્યું છે. આ માટે Truecaller એ Microsoft સાથે ભાગીદારી કરી છે. હવે ટ્રૂકૉલર યૂઝર્સને કૉલ આઇડેન્ટિફિકેશન સાથે તેમની પ્રતિકૃતિને વૉઇસ ફિચરમાં કન્વર્ટ કરવાની સુવિધા મળશે. Truecallerનું આ ફિચર હાલમાં અમુક દેશોમાં જ રોલઆઉટ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તે બીજા ઘણા દેશોમાં પણ શરૂ કરવામાં આવશે.


Truecaller જણાવ્યું હતું કે માઇક્રૉસૉફ્ટના અંગત સહાયકનો ઉપયોગ કરીને, યૂઝર્સ તેમના પોતાના અવાજને ડિજિટલી કન્વર્ટ કરી શકે છે. TrueCaller એ સપ્ટેમ્બર 2022માં AI આસિસ્ટન્ટ લૉન્ચ કર્યું હતું. આ પછી કંપનીએ તેના ચેટબોટમાં ઘણા ફિચર્સ એડ કર્યા, જેમાં કૉલ સ્ક્રીનિંગ, કૉલ રિસ્પૉન્સ વગેરેનો સમાવેશ થાય છે. AI આસિસ્ટન્ટ યૂઝરના અવાજમાં કોલનો જવાબ આપી શકે છે. માઈક્રોસોફ્ટના Azure AIના સ્પીચ ફંક્શનની મદદથી યૂઝર્સ તેમના વૉઇસને TrueCallerનો વૉઇસ આસિસ્ટન્ટ બનાવી શકે છે.


Truecaller અગાઉ તેના AI વૉઈસ આસિસ્ટન્ટથી માત્ર મર્યાદિત અવાજો ઓફર કરતું હતું પરંતુ તેને Microsoft સાથે મળીને અપગ્રેડ કરવામાં આવ્યું છે. જેના કારણે હવે યૂઝર્સ ટ્રૂકૉલર એપના વોઈસ આસિસ્ટન્ટ તરીકે પોતાનો અવાજ બનાવી શકશે. જો તેમાં કોઈ કોલ કરશે તો તેને યુઝરના અવાજમાં જ જવાબ મળશે. આ ફિચર વૉઇસમેઇલની જેમ જ કામ કરશે.


આ સુવિધા હાલમાં ફક્ત પ્રીમિયમ યૂઝર્સ માટે મર્યાદિત છે. આ સુવિધા ફક્ત કેનેડા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ભારત, સ્વીડન અને ચિલીના યૂઝર્સ માટે લાવવામાં આવી છે. ટૂંક સમયમાં તે વધુ દેશો માટે રોલઆઉટ કરવામાં આવશે.


આ સ્ટેપ્સથી ખુદનો AI વૉઇસ સેટ 
આ માટે તમારી પાસે Truecallerનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન હોવું જરૂરી છે, અન્યથા આ સબસ્ક્રિપ્શન ખરીદો.
આ પછી તમારી એપ અપડેટ કરો
આ પછી એપ ઓપન કરો અને સેટિંગ્સમાં જાઓ
આ પછી આસિસ્ટન્ટ સેટિંગ્સમાં જાઓ
આ પછી તમને પર્સનલ વૉઇસ સેટ કરવાનો વિકલ્પ મળશે.
સૂચનાઓને અનુસરીને તમારો અવાજ રેકોર્ડ કરો.
અવાજ રેકોર્ડ કર્યા પછી, તેને અપલોડ કરો
આ રીતે તમારો ડીજીટલ વોઈસ બનશે