X video Call Feature: ટ્વીટર, જે હવે X તરીકે ઓળખાય છે, ટૂંક સમયમાં પોતાના યૂઝર્સને વીડિયો અને વૉઇસ કૉલ્સનો ઓપ્શન આપશે. આની જાહેરાત ખુદ એલન મસ્ક દ્વારા કરવામાં આવી હતી. ખરેખર, એલન મસ્ક આ એપને 'ધ એવરીથિંગ' એપ બનાવવા માંગે છે. હવે આગામી સમયમાં તમને X પર પેમેન્ટ ફિચર પણ મળશે. દરમિયાન, કંપનીના વીડિયો-વૉઈસ કૉલ ફિચર વિશે કેટલીક માહિતી લીક થઈ છે. એક્સ ન્યૂઝ ડેલી નામના ટ્વીટર હેન્ડલથી આ ફિચર સાથે સંબંધિત એક પૉસ્ટ શેર કરવામાં આવી છે. તમને નવા વીડિયો અને વૉઈસ કૉલ ફિચર માટેના તમામ ઓપ્શનો 'મેસેજ સેટિંગ્સ' હેઠળ મળશે.
3 ઇમ્પૉર્ટન્ટ સેટિંગ્સ
કૉલિંગ ફિચર વિશે માહિતી @swak_12 નામના યૂઝરે શેર કરી છે. વીડિયો-વૉઈસ કૉલ ફિચર ચાલુ કરવા માટે તમને 'મેસેજ સેટિંગ્સ' હેઠળ એક ઓપ્શન મળશે. તેને ચાલુ કર્યા પછી, તમે એ પણ નક્કી કરી શકશો કે તમને કોણ કૉલ કરી શકે છે. તમે કૉન્ટેક્ટ લિસ્ટ, વેરિફાઈડ યૂઝર્સ અથવા તમે ફોલો કરતા લોકોમાંથી કોઈપણ ઓપ્શન પસંદ કરી શકો છો. જો તમે ઇચ્છો તો તમે બધા ઓપ્શનો પર ટિક પણ કરી શકો છો. આ સેટિંગ્સ લાગુ કર્યા પછી ફક્ત સંબંધિત લોકો જ તમને કૉલ કરી શકશે.
નવું કૉલ ફિચર એન્ડ્રોઇડ, iOS, Mac અને iPad તમામ માટે રૉલઆઉટ કરવામાં આવશે.
કૉલ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે ?
X પર આવતી કૉલિંગ સુવિધા હાલમાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ નહીં હોય. એલન મસ્કે થોડા સમય પહેલા કહ્યું હતું કે શરૂઆતમાં આ ફિચર એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ નહીં હોય પરંતુ બાદમાં કંપની તેને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ બનાવશે જેથી યૂઝર્સની પ્રાઈવસી જળવાઈ રહે. X પર આવી રહેલી આ સુવિધા માત્ર વેરિફાઈડ એટલે કે પ્રીમિયમ યૂઝર્સ સુધી મર્યાદિત હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઘણા એવા ફિચર્સ છે જે કંપનીએ માત્ર વેરિફાઈડ યૂઝર્સ માટે જ રિલીઝ કર્યા છે અને અમુક ફ્રી યૂઝર્સ પાસેથી છીનવીને વેરિફાઈડ યૂઝર્સને આપવામાં આવ્યા છે. આમાંથી એક ટેક્સ્ટ મેસેજ આધારિત 2FAની સુવિધા છે.