Twitter New CEO: Twitterના નવા CEOની શોધ પૂર્ણ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. એલન મસ્કે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે ટ્વિટરના નવા સીઈઓ મળી ગયા છે અને તે 6 અઠવાડિયામાં કામ શરૂ કરશે. મસ્કે ટ્વિટરની કમાન એક મહિલાને સોંપવાની વાત કરી છે. જોકે એલન મસ્કે કોઈ નામની જાહેરાત કરી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે એનબીસી યુનિવર્સલના વડા Linda Yaccarino  સીઈઓની રેસમાં સૌથી આગળ છે.


વૉલ્ટ જર્નલના એક અહેવાલ અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે એલન મસ્ક ટૂંક સમયમાં ટ્વિટરના પદ પરથી રાજીનામું આપશે અને તેમના સ્થાને Linda Yaccarino ને સીઇઓ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મસ્ક ચીફ એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ ટેકનોલોજી ઓફિસરનું પદ સંભાળશે.


Linda Yaccarino  કોણ છે


Linda Yaccarino  2011 થી NBC યુનિવર્સલ સાથે સંકળાયેલા છે. તેઓ કંપનીના પ્રમુખ, ગ્લોબલ એડ અને ભાગીદારી તરીકે સેવા આપે છે. Linda Yaccarino  એનબીસી યુનિવર્સલ ખાતે ટોચના એડવર્ટાઇઝિંગ સેલ્સ એક્ઝિક્યુટિવ છે. આ પહેલા Linda Yaccarino એ મનોરંજન અને ડિજિટલ એડ વિભાગમાં પણ કામ કર્યું હતું. Linda એ ટર્નર ખાતે 19 વર્ષ સુધી એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, સીઇઓ, એડવર્ટાઇઝિંગ હેડ અને એક્વિઝિશન હેડ તરીકે સેવા આપી હતા. તેમણે પેન સ્ટેટ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. અહીં તેમણે લિબરલ આર્ટ અને ટેલી કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે.


બિઝનેસ ઇનસાઇડર અહેવાલ અનુસાર, Linda Yaccarino એ કથિત રીતે તેના મિત્રને કહ્યું હતું કે તે ટ્વિટરની સીઇઓ બનવા માંગે છે. તેણીએ ઘણી વખત મસ્કની નીતિઓની પ્રશંસા કરી છે અને તે તેની સમર્થક છે. આવી સ્થિતિમાં એવી અટકળો છે કે Linda Yaccarino ટ્વિટરની આગામી સીઈઓ હશે.


મસ્કે ઓક્ટોબરમાં કંપની ખરીદી હતી


મસ્કે ઓક્ટોબરમાં 44 બિલિયન ડોલરમાં ટ્વિટર ખરીદ્યું હતું, ત્યારબાદ તેણે આક્રમક રીતે ઘણા ફેરફારો કર્યા હતા. ટ્વિટર કર્મચારીઓને કાઢી મૂકવાથી લઈને ટ્વિટર બ્લૂ માટે રૂપિયા લેવા સુધી મસ્કે ફેરફારો કર્યા છે.


Whatsapp : ઈન્ટરનેશનલ સ્પૈમ કોલ્સને લઈને કેન્દ્ર લાલઘુમ, Whatsappની મુશ્કેલી વધશે


Notice To Whatsapp : વર્તમાનમાં મોબાઈલ ફોનમાં જુદી જુદી રીતે કરવામાં આવતી છેતરપિંડી માથાનો દુ:ખાવો બની ગઈ છે. દિવસેને દિવસે આ બાબતેની ફરિયાદો વધતી જાય છે. તેવી જ રીતે ઈન્ટરનેશલ સ્પેમ કોલ પણ એક મોટી સમસ્યા બનતી જાય છે. હવે કેન્દ્ર સરકારે આ મામલે લાલ આંખ કરી છે. કેન્દ્ર આ મામલે સોશિયલ મીડિયા સાઈટ વોટ્સઅપને નોટિસ પાઠવે તેવી શક્યતા છે. 


કેન્દ્ર સરકાર WhatsAppને નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં ઘણા યુઝર્સ ફરિયાદ કરી રહ્યાં છે કે, તેઓ તેમના મોબાઇલ ફોન પર WhatsApp દ્વારા આંતરરાષ્ટ્રીય નંબરોમં સ્પામ કૉલ્સનો ભોગ બની રહ્યાં છે, જેના સંદર્ભમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) WhatsAppને નોટિસ મોકલવા જઈ રહ્યું છે.


આ માહિતી આપતાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી છે કે તે યુઝર્સની સુરક્ષા અને વિશ્વાસ ટકાવી રાખે. આ તેમની જવાબદારી છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, જો આવું કંઈ થાય છે, તો મંત્રાલય તેની નોંધ લે છે અને જવાબ આપવો તેમની ફરજ છે. તેમણે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ વોટ્સએપને નોટિસ આપવામાં આવશે અને જવાબ માંગવામાં આવશે.


એક યુઝરે ટ્વિટર પર ટ્વીટ કરીને આ માહિતી આપી હતી કે, WhatsApp બેકગ્રાઉન્ડમાં માઇક્રોફોનનો ઉપયોગ કરી રહ્યું છે. 10 મેના રોજ રાજીવ ચંદ્રશેખરે આ યુઝરના ટ્વીટ પર ટ્વીટ કર્યું હતું કે, આ ગોપનીયતાનું ઉલ્લંઘન છે જેને ક્યારેય ચલાવી લેવાય નહીં. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, અમે આ બાબતે અધ્યયન કરીશું અને ગોપનીયતાનું ઉલ્લંઘન થશે તો, કાર્યવાહી કરીશું. માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, નવું ડિજિટલ પર્સનલ ડેટા પ્રોજેક્શન બિલ તૈયાર કરવામાં આવી રહ્યું છે