Elon Musk: તમને શું લાગે છે કે ટ્વિટર ખરીદ્યા પછી એલન મસ્ક ખુશ છે કે દુઃખી ? આમ તો તેમની વાતો અને શબ્દો પરથી લાગે છે કે ટ્વીટર ખરીદ્યા પછી તેઓ ખુબ મોટા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. એલન મસ્ક તાજેતરમાં બીબીસીને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. એલન મસ્કને આ અંગે પુછવામાં આવ્યું હતુ કે, શું તેમને ટ્વીટર ખરીદવાનો અફસોસ છે, તો અબજોપતિએ કહ્યું કે, ટ્વીટર તેમના માટે "ખુબ જ પીડાદાયક" રહ્યું છે. ટ્વીટરનો અનુભવ સુખદ કે કોઇપણ પાર્ટીના લાયક ન હતો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે પણ કહ્યું કે, આ એકદમ કંટાળાજનક નથી, પરંતુ જ્યારથી તેમને આ લોકપ્રિય માઇક્રૉ-બ્લૉગિંગ વેબસાઇટ ખરીદી છે, તે એક રૉલરકોસ્ટર સવારી જેવી લાગે છે.


ટ્વીટર અને એલન મસ્ક  
હા, એલન મસ્કે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ટ્વીટર ખરીદ્યા પછી દુઃખોનુ લેવલ ખુબ વધી ગયુ છે, જોકે, અબજોપતિએ તેમના ટ્વીટર ખરીદવાના નિર્ણયને એ વાત કહીને સપોર્ટ કર્યો , તેમને હજુપણ એવું લાગે છે કે "ટ્વીટરને ખરીદવું એ એક યોગ્ય બાબત હતી." તેમને લાગે છે કે ટ્વીટર ખરીદવાનો તેમનો નિર્ણય યોગ્ય હતો. અબજોપતિને પોતાના નિર્ણય પર કોઈ અફસોસ નથી. જોકે, તેમને એ સ્વીકાર્યું છે કે ટ્વીટર તેના માટે "ખુબ જ પીડાદાયક" રહ્યું છે.


ટ્વીટરમાં છટ્ટણી મુદ્દે શું બોલ્યા એલન મસ્ક ?
ઉલ્લેખનીય છે કે, ટ્વીટરમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે છટણી જોવા મળી રહી છે. એલન મસ્ક પણ આ અંગે ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી, તેમણે કહ્યું કે ટ્વીટરના 80 ટકા કર્મચારીઓની છટ્ટણી કરવી તે સરળ નથી. હવે આ સોશ્યલ મીડિયા કંપનીના કર્મચારીઓની સંખ્યા 8,000થી ઘટાડીને લગભગ 1,500 કરવામાં આવી છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે, તેમને આ તમામ અસરગ્રસ્ત ટ્વીટરના કર્મચારીઓ સાથે પર્સનલી વાત કરવાનો મોકો મળ્યો નથી, અને આ કારણે તેમને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી. તેણે કહ્યું, 'આટલા બધા લોકો સાથે રૂબરૂ વાત કરવી શક્ય નથી.'


શું ટ્વીટર વેચી મારશે એલન મસ્ક ? 
એલન મસ્કે કહ્યું- કામનો બોજો એટલો બધો છે કે, તેઓ ક્યારેક ક્યારેક ઓફિસમાં જ સૂઇ જાય છે, અને તેઓ સૂવા માટે લાઇબ્રેરીમાં સૉફાનો સહારો લે છે. એલન મસ્કે એ પણ ખુલાસો કર્યો કે તેઓ માને છે કે, તેને રાત્રે ટ્વીટ પૉસ્ટ કરવાનું ટાળવું જોઈએ. તેને કહ્યું, "શું મેં મારી ટ્વીટથી ઘણી વખત મારી જાતને પગમાં ગોળી મારી છે? હા, મને લાગે છે કે મારે ત્રણ વાગ્યા પછી ટ્વીટ ના કરવું જોઈએ." જોકે દિલચસ્પ વાત એ છે કે, ટ્વીટર ખરીદવાના પોતાના નિર્ણયને સપોર્ટ કરતા એલન મસ્કે એમ પણ કહ્યું કે, જો તેને ટ્વીટર માટે યોગ્ય વ્યક્તિ મળશે તો તે કોઈને ટ્વીટર વેચશે.