Twitter: ટ્વીટર પોતાના યૂઝર્સને કોઇને કોઇ વાતને લઇને અપડેટ કરતું રહે છે, એલન મસ્કના માલિકી હક્કમાં આવ્યા બાદ ટ્વીટરમાં મોટા પાયે સુધારા થઇ રહ્યાં છે. હવે આ મામલે વધુ એક મોટુ અપડેટ સામે આવ્યું છે. ટ્વીટરે શુક્રવારે નવો અને મોટો ફેરફાર કર્યો છે. નવા ફેરફાર પ્રમાણે, ટ્વીટ હવે લૉગ ઇન કર્યા વિના જોઈ શકાશે નહીં, મતલબ કે જો તમે ટ્વીટ જોવા માંગો છો તો તમારે ટ્વીટર પર તમારું આઈડી બનાવવું પડશે. એલન મસ્કે આને કામચલાઉ કટોકટી માપ ગણાવ્યું છે.


જાણો આમ કરવા પાછળ શું છે એલન મસ્કનો જવાબ - 
ટ્વીટરના માલિક એલન મસ્કએ કહ્યું કે અમારો એટલો બધો ડેટા લૂંટાઈ રહ્યો છે કે, તે સામાન્ય યૂઝર્સ માટે અપમાનજનક સેવા હતી, આ પહેલા પણ મસ્ક ઓપન AI સહિત અન્ય પ્લેટફોર્મ પર પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તેમને કહ્યું કે કેટલાય પ્લેટફોર્મ તેમના ડેટા સાથે તેમના ભાષાકીય મૉડલને ટ્રેનિંગ આપતા હતા. ઉલ્લેખનીય છે કે, ટ્વીટરે એપ્લીકેશન પ્રૉગ્રામિંગ ઈન્ટરફેસ માટે થર્ડ પાર્ટી એપ્સ અને રિસર્ચર્સને પણ ચાર્જ કરવાનું શરૂ કરી દીધું છે.


 






 


ટ્વીટરે ચાલુ કરી નવી સર્વિસ -


માઇક્રૉ બ્લૉગિંગ પ્લેટફોર્મ ટ્વીટરે વીડિયો ડાઉનલૉડ કરવાની સર્વિસ શરૂ કરી છે. આ ફિચર અંતર્ગત નવો ડાઉનલૉડ વીડિયો ઓપ્શન એડ કરવાનમાં આવ્યો છે, એટલે કે ટ્વીટર યૂઝર્સ કોઈપણ થર્ડ પાર્ટી એપ અને સાઈટની મદદ વગર સીધા પ્લેટફોર્મ પર વીડિયો ડાઉનલૉડ કરી શકશે. જોકે, આ ફિચર હાલમાં બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે. એપ રિસર્ચર અને ટ્વીટર યૂઝર નીમા ઓવજીએ પણ આ ફિચર વિશે માહિતી આપતો સ્ક્રીનશૉટ શેર કર્યો છે. યૂઝર્સ કહે છે કે ટ્વીટર વીડિયો ડાઉનલૉડ બટન પર કામ કરી રહ્યું છે અને ક્રિએટર્સ આને ઇનેબલય/ડિસેબલ પણ કરી શકશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિચર ટૂંક સમયમાં જ રૉલ આઉટ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ટ્વીટરે એક નવી વીડિયો એપ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે.


ટ્વીટરને કર્ણાટક હાઇકોર્ટમાંથી ઝટકો - 
કર્ણાટક હાઈકોર્ટે શુક્રવારે પ્લેટફોર્મ પર કેટલાક વાંધાજનક એકાઉન્ટ્સ અને ટ્વીટ્સને બ્લૉક કરવાના કેન્દ્ર સરકારના આદેશને પડકારતી ટ્વીટરની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે સોશ્યલ મીડિયા કંપનીને કહ્યું છે કે, સરકાર પાસે બ્લૉકિંગ ઓર્ડર જાહેર કરવાની સત્તા છે. કોર્ટે ટ્વીટર પર 50 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.


 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial