Twitter Video-Audio Call: માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વીટર જેને હાલ એક્સ તરીકે ઓળખવામાં આવી રહ્યુ છે, એક્સ પર હવે એલન મસ્ક વધુને વધુ અપડેટ આપીને યૂઝર્સને પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કરી રહ્યાં છે. એલન મસ્કે થોડા સમય પહેલા કહ્યું હતું કે ટૂંક સમયમાં યૂઝર્સને ટ્વીટર પર ઓડિયો અને વીડિયો કૉલનો ઓપ્શન વિકલ્પ મળશે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ કૉમ્યૂનિકેશન ફિચર ફક્ત પેઈડ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ હશે કે પછી દરેક જણ તેનો ઉપયોગ કરી શકશે. દરમિયાન ટ્રિપસ્ટર અભિષેક યાદવે ટ્વીટર પર એક પૉસ્ટ શેર કરી છે જેમાં ઑડિયો અને વીડિયો કૉલ્સનું ઇન્ટરફેસ દેખાય છે. એટલે કે તમે ટ્વીટર પર કેવી રીતે ઑડિયો-વીડિયો કૉલ કરી શકશો તે વીડિયોમાં બતાવવામાં આવ્યું છે. આમ પણ આ વીડિયો સ્વક નામના યૂઝરે પૉસ્ટ કર્યો છે જેને ટીપસ્ટર અભિષેક યાદવે ફરીથી પૉસ્ટ કર્યો છે.


આવું હશે કૉલિંગ ઇન્ટરફેસ 
વીડિયો ઉપરાંત બે તસવીરો પણ શેર કરવામાં આવી છે જેમાં પ્રથમમાં તમે ઓડિયો કૉલનું ઈન્ટરફેસ જોઈ શકો છો જ્યારે બીજામાં વીડિયો કૉલનું ઈન્ટરફેસ બતાવવામાં આવ્યું છે. અન્ય મેસેજિંગ એપ્સની જેમ તમને ટ્વીટરમાં પણ તે જ ઑડિયો-વીડિયો કૉલ ઇન્ટરફેસ મળશે. ઑડિયો કૉલ દરમિયાન તમને માઇક ચાલુ અને બંધ સાથે સ્ક્રીનને સ્પીકર મોડમાં મૂકવાનો ઓપ્શન મળશે. વીડિયો કૉલ દરમિયાન તમને કૅમેરાને આગળ કે પાછળ સ્વિચ કરવાનો અને સ્પીકર સાથે કૉલ સમાપ્ત કરવાનો વિકલ્પ મળશે.






નોંધ, આ પ્રારંભિક પૂર્વાવલોકન છે. એટલે કે આ ફિચર પર હજુ કામ ચાલી રહ્યું છે, સંભવ છે કે આવનારા સમયમાં ઈન્ટરફેસમાં ફેરફાર થઈ શકે છે.


કૉમ્યૂનિટી એડમિનને મળશે આ ફિચર 
એલન મસ્ક ફેસબુક જેવા પ્રાઈવેટ કૉમ્યૂનિટી એડમિનિસ્ટ્રેટર્સને પ્રશ્ન ફિચર આપવા જઈ રહ્યા છે. ખરેખરમાં, જ્યારે પણ કોઈ વ્યક્તિ ફેસબુક પર કોઈ ગ્રુપમાં જોડાવા માંગે છે, ત્યારે તેને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબોના આધારે ગ્રુપ એડમિનિસ્ટ્રેટર વ્યક્તિને ગ્રુપમાં એન્ટ્રી આપવા કે ના આપવાનો નિર્ણય લે છે. એક રીતે આ સુવિધા ગેટકીપિંગની જેમ કામ કરે છે. ફેસબુકની જેમ હવે ટ્વીટરમાં પણ પ્રાઈવેટ કૉમ્યૂનિટી એડમિનિસ્ટ્રેટર્સને એક ફિચર મળશે જેના હેઠળ તેઓ તેમની સામેની વ્યક્તિને જાણી શકશે.