Threads App Launched:  મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગે થ્રેડ્સ એપ લોન્ચ કરી છે. આ એપ ભારત સહિત 100 થી વધુ દેશોમાં લોન્ચ કરવામાં આવી છે. ઘણા સમયથી મેટા આ એપ પર કામ કરી રહી હતી જે આખરે લોન્ચ કરવામાં આવી છે. તમે Android અને IOS બંને પર એપ ડાઉનલોડ કરી શકો છો. મેટાએ થ્રેડ્સને સ્ટેન્ડઅલોન એપ તરીકે લોન્ચ કરી છે પરંતુ યુઝર્સ ઇન્સ્ટાગ્રામની મદદથી તેમાં લોગીન પણ કરી શકે છે.



માર્ક ઝુકરબર્ગે ફાયર ઇમોજી સાથે એપ પર પોસ્ટ કર્યું Lets Do This થ્રેડ્સમાં તમારુ સ્વાગત છે. એપ લોન્ચ થવા પર વિશ્લેષકોએ કહ્યું હતું કે રોકાણ કારો ખૂબ ખુશ છે કારણ કે થ્રેડ્સ ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયેલ છે, જે તેનાથી થ્રેડ્સના યુઝરબેઝ વધશે અને જાહેરખબર માટે પ્લેટફોર્મ મળશે. સાથે વિશ્લેષકોએ કહ્યું હતું કે થ્રેડ્સ ટ્વિટર પાસેથી જાહેરખબર આપનારાઓને છીનવી શકે છે કારણ કે ટ્વિટર હજુ સુધી એડવરટાઇઝર્સને ખુશ કરવામાં સફળ થઇ શક્યું નથી. જોકે કંપનીના નવા સીઇઓએ આ માટે પુરતા પ્રયાસો કરી રહી છે પરંતુ હજુ સુધી કોઇ પરિણામ જોવા મળ્યુ નથી.


રીતે ડાઉનલોડ કરી શકશે


-Meta's Threads એપ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ playstore પર જાવ અને Threads એપ ડાઉનલોડ કરો. -ઇન્સ્ટોલ કર્યા પછી એપ ઓપન કરો અને ઇન્સ્ટાગ્રામની મદદથી લોગિન કરો.


-લોગિન કર્યા પછી જો તમે ઇચ્છો તો તમે ઇન્સ્ટાગ્રામનો ડેટા જેમ કે પ્રોફાઇલ પિક્ચર, બાયો વગેરેની નકલ કરી શકો છો. જો તમે ઈચ્છો તો ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સને પણ ફોલો કરી શકો છો.


-સેટઅપ પૂર્ણ થયા પછી તમે ટ્વિટરની જેમ અહીં ટ્વિટ્સ વગેરે કરી શકશો.


 


કન્ટેન્ટ ક્રિએટર્સ અને સેલિબ્રિટીની મદદથી વધારવામાં આવી રહ્યો છે યુઝરબેઝ


મેટા એપના યુઝરબેઝને વધારવા માટે તમામ કન્ટેન્ટ ક્રિએટર્સ અને સેલિબ્રિટીઓને એપ પર લાવી રહ્યું છે, સાથે જ તેમને દિવસમાં બે વાર કંઈક કે કાંઇક પોસ્ટ કરવાનું કહે છે જેથી નવા યુઝર્સ એપ સાથે જોડાઈ શકે. જ્યારે અમે આ એપને ટ્રાઇ કરી તો ફર્સ્ટ ઇમ્પ્રેશન Twitter જેવી જ છે. જો કે તે અત્યારે ટ્વિટર જેટલું સારું નથી, પરંતુ સમય સાથે કંપની તેમાં ઘણા અપડેટ્સ લાવશે, જેના પછી તે ટ્વિટરને ટક્કર આપશે.