Twitter New Feature: જો તમે ટ્વિટર એટલે કે X યુઝર છો તો તમારા માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં તમે X પ્લેટફોર્મ (અગાઉ ટ્વિટર) પરથી વિડિયો અને ઑડિયો કૉલ્સ કરી શકશો. એક્સ ચીફ ઇલોન મસ્કે ગુરુવારે આ નવા ફીચરની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે વીડિયો કે ઓડિયો કોલ માટે પણ મોબાઈલ નંબરની જરૂર નહીં પડે. મસ્કએ X પર આ વિશે એક પોસ્ટ શેર કરી છે. મસ્કની આ જાહેરાત પછી એ ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે શું Jio, Airtel કે Vi જેવી ટેલિકોમ કંપનીઓ માટે કોઈ પડકાર ઉભો થવાનો છે.


iOS, Android, Mac અને PC પર કામ કરશે


સમાચાર મુજબ ટ્વિટરમાં આવનાર આ ફીચર iOS, Android, Mac અને PC પર કામ કરશે. ઇલોન મસ્કએ જણાવ્યું હતું કે X એક અસરકારક વૈશ્વિક એડ્રેસ બુક છે. મસ્કએ કહ્યું છે કે આવનારા દિવસોમાં યુઝર્સને એક અલગ અને સારો અનુભવ મળશે. નવા X ફીચરને કંપની દ્વારા પહેલા પણ ઘણી વખત ટીઝ કરવામાં આવી ચુકી છે અને હવે આ ફીચર આગામી અપડેટમાં જોવા મળે તેવી આશા છે. તમને જણાવી દઈએ કે, ટ્વિટર ડિઝાઇનર એન્ડ્રીયા કોનવેએ UI સહિત નવા ફીચર્સનાં સ્નિપેટ્સ શેર કર્યા છે.


તમે ડાયરેક્ટ મેસેજ વિભાગમાંથી કોલ કરી શકશો


ઑડિયો અને વિડિયો કૉલ ઇન્ટરફેસ અન્ય ઍપ જેવો જ દેખાય છે જે ઍપમાં કૉલિંગ ઑફર કરે છે. બિઝનેસ ટુડેના સમાચાર અનુસાર, યુઝર્સને ડાયરેક્ટ મેસેજ સેક્શનમાંથી ઓડિયો અથવા વિડિયો કૉલ (X પર વિડિયો-ઑડિયો કૉલ) કરવાનો વિકલ્પ મળશે. જો કે, ઇલોન મસ્કે હજુ સુધી એ નથી જણાવ્યું કે આ ફીચર કોના માટે ઉપલબ્ધ હશે અને કોના માટે નહીં.