નવી દિલ્હીઃ પેગાસસ કાંડ સામે આવ્યા બાદ જાસૂસી અને ડેટા ચોરાવવાને લઇને લોકોમાં સતત ભય ફેલાયો છે. ખાસ કરીને સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ યૂઝર્સને હવે સિક્યૂરિટીનો ભય સતાવી રહ્યો છે. જો તમે વૉટ્સએપ વાપરતા હોય તો તેને તમે આસાનીથી સિક્યૉર બનાવી શકો છે. WhatsApp પોતાના યૂઝર્સના એકાઉન્ટની સિક્યૂરિટી માટે ફિંગરપ્રિન્ટ સ્કેનર સહિતના ફિચર આપે છે. તેમાંથી એક છે Two-step verification ફિચર. એપના આ ફિચરની મદદથી યૂઝર્સ પોતાના એકાઉન્ટને પહેલા કરતા વધુ સિક્યૉર અને સેફ બનાવી શકે છે. હવે સવાલ એ છે કે આ ફિચરને એકાઉન્ટમાં ઇનેબલ કઇ રીતે કરવુ. તમારે આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી, અમે અહીં તમને આની સિમ્પલ પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ. જાણો વૉટ્સએપ એકાઉન્ટમાં ટૂ-સ્ટેપ વેરિફિકેશનને ઇનેબલ કઇ રીતે કરી શકાય.


સિક્યૉર થઇ જશે WhatsApp એકાઉન્ટ- 
WhatsAppના ટૂ-સ્ટેપ વેરિફિકેશન ફિચરના તમારા એકાઉન્ટમાં ઇનેબલ કરીને યૂઝર્સ પોતાના વૉટ્સએપ ડેટાની સિક્યૂરિટીને વધુ મજબૂત કરી શકે છે. આ ફિચર એક્ટિવેટ થયા બાદ ફોન રિસેટ કે સિમ બદલા પર તમારે તમારા વૉટ્સએપ એકાઉન્ટમાં લૉ-ગીન કરવા માટે 6 ડિજીટના પાસકૉડની જરૂર પડશે. 


આ ઇનેબલ કરો WhatsAppમાં Two-step verification- 


WhatsAppમાં ટૂ-સ્ટેપ વેરિફિકેશનને ઇનેબ કરવા માટે સૌથી પહેલા એપને ઓપન કરો. 
હવે આના સેટિંગ્સમાં જાઓ અને Account પર ટેપ કરો. 
અહીં તમને Two-step verificationનુ ઓપ્શન દેખાશે. 
હવે આ ઓપ્શનને Enable કરી દો. 
આ પછી તમારે 6 ડિજીટનો પિન એન્ટર કરવો પડશે. 
હવે તમારા દ્વારા નાંખવામા આવેલા પીનને કન્ફોર્મ કરવા માટે કહેવામાં આવશે. 
આટલુ કર્યા બાદ એક ઇમેઇલ એડ્રેસ એડ કરવાનુ કહેવામાં આવશે. 
જો તમે પિન ભૂલી જાઓ છો તો આવી સ્થિતિમાં તમે આ મેઇલનો યૂઝ કરી શકો છો. 
આમાં તમારી પાસો ચૉઇસ છે, જો તમે ઇચ્છો તો ઇમેલને Skip પણ કરી શકો છો. 
આટલુ કર્યા બાદ ટૂ-સ્ટેપ વેરિફિકેશનને Done કરી શકો છો.