નવી દિલ્હીઃ સ્માર્ટફોન યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ફોન યૂઝર્સ ગમે ત્યારે હેકર્સનો શિકાર બની શકે છે. રિપોર્ટ છે કે, ગૂગલ ક્રૉમનો ઉપયોગ કરનારા યૂઝર્સને હેકર્સ ટાર્ગેટ કરી રહ્યાં છે, અને તેમના ડેટા ચોરી રહ્યાં છે. 


ભારત સરકારના ઇલેક્ટ્રૉનિક અને ટેકનોલૉજી મંત્રાલયમાં કામ કરનારી ભારતીય કૉમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ (CERT-IN)એ Google Chrome નો ઉપયોગ કરનારા યૂઝર્સ માટે એક ચેતાવણી જાહેરાત કરી છે, તેમને જણાવ્યુ કે ગૂગલ ક્રૉમમાં (Google Chrome Hackers) કેટલીયે એવી વસ્તુઓ જોવા મળી છે જેના કારણે (Google India) હેકર્સ તમારી સિસ્ટમ પર એટેક કરી શકે છે. 


આ અંગે જણાવાયું છે કે ગૂગલ ક્રૉમ બ્રાઉઝરમાં એવી ઘણી બાબતો જોવા મળી છે, જેનો ઉપયોગ સાઇબર એટેક કરનારા હેકર્સ યૂઝર્સની સિસ્ટમ પર કોઈ પણ કોડ એક્ઝિક્યૂટ કરવા માટે કરી શકે છે. વળી આનાથી હેકર્સને કોઈ પણ વ્યક્તિની ખાનગી જાણકારી સુધી પહોંચવાની સાથે સાથે કમ્પ્યૂટરની જાસૂસી કરવા માટે માલવેર સેટ કરવામાં પણ મદદ મળી શકે છે. 


એડવાઈઝરીમાં એવું કહેવાયું છે કે V8માં ટાઈપન્ફ્યૂઝનને કારણે ગૂગલ ક્રોમમાં ઘણી ખામીઓ છે. જોકે, ગૂગલે પહેલેથી જ ક્રોમના અપડેટમાં આ ખામીઓને ઠીક કરી છે. ગૂગલે 22 પ્રકારના સિક્યોરિટી ફિક્સને યૂઝર્સની પ્રાઇવસી સિક્યોર કરવા માટે ક્રોમના લેટેસ્ટ અપડેટમાં સમાવેશ કર્યો છે. તેથી જ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી તથા ગૂગલ દ્વારા પણ બધા જ યૂઝર્સને બ્રાઉઝર અપડેટ કરવાનું સૂચન કરાયું છે. જો યૂઝર્સ બ્રાઉઝરને અપડેટ નહીં કરે તો તેમાં રહેલી કેટલીક ખામીઓ દ્વારા સરળતાથી બેકિંગનો શિકાર બની શકે છે.




આ પણ વાંચો........ 


હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે


Booster Dose: કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝને લઈને આવ્યા આ મોટા સમાચાર, જાણો બીજા ડોઝ પછી કેટલો ગેપ હશે


Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા


SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે


Bank of Baroda Recruitment 2021: બેંક ઓફ બરોડામાં અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે, પરીક્ષા અને ખાલી જગ્યાની વિગતો જુઓ