Vi 5G Service: વોડાફોન આઈડિયા(Vi) એ દેશમાં 5G સેવા શરૂ કરી છે. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ તેને દેશના 17 શહેરોમાં લોન્ચ કરી છે. આ શહેરોમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને બેંગલુરુ વગેરેનો સમાવેશ થાય છે. હાલમાં આ શહેરોના અમુક ભાગોમાં જ 5G કનેક્ટિવિટી આપવામાં આવી રહી છે. હવે નાના પાયે આ સેવા શરૂ કરીને, કંપનીએ 5G સ્પેસમાં પ્રવેશ કર્યો છે. આગામી દિવસોમાં તેનો વ્યાપ વધશે, જેનો લાભ અન્ય ગ્રાહકોને પણ મળશે.
પ્રીપેડ અને પોસ્ટપેડ વપરાશકર્તાઓ લાભ મેળવી શકશે
Vi એ 3.3GHz અને 26GHz સ્પેક્ટ્રમ પર 5G ને ડિપ્લોય કર્યું છે. કંપનીના પ્રીપેડ તેમજ પોસ્ટપેડ યુઝર્સ તેનો લાભ લઈ શકે છે. કેટલાક યુઝર્સે તેમના સ્માર્ટફોનમાં 5G સેવા સક્ષમ હોવાના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.
કયા રિચાર્જ પ્લાનમાં 5G કનેક્ટિવિટી મળશે ?
Viની 5G કનેક્ટિવિટીનો લાભ લેવા માટે યુઝર્સે 475 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. જ્યારે પોસ્ટપેડ યુઝર્સે આ માટે REDX 1101 લેવું પડશે. તમને જણાવી દઈએ કે કંપનીના સીઈઓએ આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે Vi આગામી 6-7 મહિનામાં 5G સર્વિસ શરૂ કરશે.
આ શહેરોમાં સેવા શરૂ થઈ
કંપની હાલમાં હરિયાણામાં કરનાલ, રાજસ્થાનમાં જયપુર, કોલકાતા અને પશ્ચિમ બંગાળની રાજધાની સિલિગુડી, કેરળના ત્રિક્કારા, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ અને આગ્રા, મધ્ય પ્રદેશમાં ઈન્દોર, ગુજરાતમાં અમદાવાદ, આંધ્રમાં હૈદરાબાદમાં કામગીરી કરે છે. બિહારમાં પટના, મુંબઈના વર્લી, કર્ણાટકના બેંગલુરુ, પંજાબના જલંધર, તમિલનાડુમાં ચેન્નાઈ, મહારાષ્ટ્રના પૂણે અને દિલ્હીના ઓખલામાં આ સેવા શરૂ કરવામાં આવી છે.
એરટેલ અને જિયો પહેલાથી જ 5G લોન્ચ કરી ચૂક્યા છે
Vodafone Idea 5G રોલઆઉટની બાબતમાં ઘણી પાછળ છે. Jio અને Airtel એ 2022 માં જ 5G કનેક્ટિવિટી શરૂ કરી હતી. આ મામલે માત્ર સરકારી કંપની BSNL વોડાફોન આઈડિયાથી પાછળ છે. BSNL હાલમાં માત્ર 4G સેવા આપી રહી છે.
Vodafone Idea યુઝર્સ ઘણા સમયથી Vi 5G સર્વિસની રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે લાગે છે કે યુઝર્સની રાહ પૂરી થઈ ગઈ છે. Vodafone Idea નેટવર્ક સાથે જોડાયેલા વપરાશકર્તાઓ માટે 5G સેવા શરૂ કરવામાં આવી છે. Jio અને Airtel યુઝર્સ પહેલાથી જ 5G સ્પીડનો આનંદ માણી રહ્યા છે, પરંતુ હવે Vi યુઝર્સ પણ 5G સ્પીડનો આનંદ માણી શકશે.
Gold Rate Today: સોનાની કિંમતમાં થયો મોટો ઘટાડો, જાણો શું છે લેટેસ્ટ ભાવ