iPhone Secrets: દુનિયાભરમાં એપલ (Apple)ના આઇફોન (iPhone)ની ખાસ ડિમાન્ડ છે, આ ફોન પોતાના ફિચર્સ માટે જાણીતો છે. સપ્ટેમ્બર 2021માં કંપનીએ પોતાના લેટેસ્ટ મૉડલ આઇફોન -13 (iPhone 13), આઇફોન 13 મિની (iPhone 13 Mini) અને આઇફોન 13 પ્રૉ મેક્સ (iPhone 13 Pro Max) ને લૉન્ચ કર્યા હતા. આ ત્રણેય ફોનમાં કેટલાય સારા ફિચર્સ છે, જેમને આઇફોનને ફોલો કરનારા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે આઇફોન 13 પ્રૉ મેક્સની અંદર બે સિક્રેટ્સ પણ રહેલા છે, જેના વિશે ભાગ્યેજ કોઇને ખબર છે. આઇફોન અને બીજા સ્માર્ટફોનના ફિચર્સને ફોલો કરનાર યુટ્યૂબર જેરી રીગ (Jerry Rig) એ આ મૉડલને ઓપન કરીને આવા જ સિક્રેટ્સને બતાવ્યા. જાણો શું છે તે સિક્રેટ્સ.......... 


1. કેમેરા સેન્સર- 
તમે આઇફોન 13 સીરીઝના કેમેરાની ખાસિયતથી તો વાકેફ છો જ, પરંતુ આના પાછળનુ કારણ અને ફોનની અંદરના સિક્રેટ્સને નહીં જાણતા હોય. ખરેખરમાં, આ ફોનની અંદર જે કેમેરા સેન્સર આપવામા આવ્યુ છે તે ખુબ હલકુ છે, આ સેન્સર શિફ્ટ ટેકનોલૉજી પર આધારિત છે, આનાથી તમે રેગ્યુલર લેન્સની સરખામણીમાં કોઇપણ પિક્ચરને પાંચ ગણુ ઝડપથી સ્ટેબલાઇઝ કરી શકો છો. 


2. વાયરલેસ ચાર્જિંગ મેગ્નેટ- 
આ ફોનમાં વાયરલેસ ચાર્જિંગ પૉઇન્ટની પાસે જ ગોળ આકારનુ મોટુ મેગ્નેટ આપવામાં આવ્યુ છે. જ્યારે તમે આને ખોલીને જોશો તો તમને કૉપર કૉઇલ પણ દેખાશે. મેગ્નેટ હ્રદયની બિમારી માટે ઠીક નથી. આનાથી હ્રદયની બિમારી વાળા લોકોને નુકસાન પણ પહોંચી શકે છે. એટલા માટે આ ફોનને હ્રદયની બિમારી વાળા લોકોને શર્ટના ખિસ્સામાં ના રાખવો જોઇએ. 





ડૉક્ટરે આંખોના ઇલાજ માટે ઉપયોગ કર્યો એપલના આ આઇફોનનો કેમેરા, મળી સફળતા, જાણો
કેલિફોર્નિયાઃ અમેરિકન દિગ્ગજ ટેક કંપની Appleએ પોતાની iPhone 13 સીરીઝને માર્કેટમાં ઉતારી દીધી છે. આના iPhone 13 Pro અને iPhone 13 Pro Max સ્માર્ટફોન્સમાં ગજબના કેમેરા ફિચર્સ આપવામાં આવ્યા છે. વળી, હવે આના કેમેરાને લઇને એક ખુબ દિલચસ્પ ખબર સામે આવી છે. ખરેખરમાં, તાજેતરમાં જ જ આંખોના એક ડૉક્ટર (ophthalmologist) એ iPhone 13 Pro Max નો યૂઝ કરીને દર્દીની આંખોની ટ્રીટમેન્ટ કરી, જે પછી તેની આ ટ્રીટમેન્ટ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે. 


ઇલાજમાં મળી રહી છે મદદ- 
Eye expert (opthalmologist) ડૉક્ટર ટૉમી કોર્ને આંખોના દર્દીની ટ્રીટમેન્ટ માટે Apple iPhone 13 Pro Maxનો યૂઝ કર્યો. આ સ્માર્ટફોનમાં આપવામાં આવેલા મેક્રો મૉડનો ઉપયોગથી ડૉક્ટર દર્દીની આંખોની તસવીરોને કેપ્ચર કરી અને આ તસવીરોની મદદથી આંખોની મેડિકલ કન્ડિશન અને બિમારીઓ સારી રીતે સમજ્યો, આનાથી તેને ખુબ મદદ મળી.  


અલ્ટ્રા વાઇડ કેમેરા સેન્સરથી રહ્યો છે ઇલાજ- 
Apple iPhone 13 Pro Max સ્માર્ટફોનમાં મેક્રો ફોટોગ્રાફી માટે અલ્ટ્રા વાઇડ કેમેરા સેન્સરનો યૂઝ કરવામાં આવ્યો છે, જે કોઇપણ વસ્તુના બે સેન્ટીમીટર સુધી નજીક જઇને મેક્રો તસવીરો ક્લિક કરી શકે છે. ડૉ કૉર્ને એક એવા દર્દીની ટ્રીટમેન્ટ આના દ્વારા કરી જેનુ કૉર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ હતુ. ડૉક્ટર આ પેશન્ટનો આઇ ટેસ્ટ આઇફોન 13 પ્રૉ મેક્સના કેમેરાથી જ કર્યો હતો.