Vine App: ટ્વીટરના નવા માલિક એલન મસ્ક વીડિયો એપ વાઇન (Vine)ને ફરીથી કરવાની તૈયારી કરી રહ્યાં છે. મસ્કે પોતાના ટ્વીટ એકાઉન્ટ પર એક Bring Back Vine ? ના નામથી પૉલ પૉસ્ટ કરી છે, આ પૉલના માધ્યમથી મસ્કે યૂઝર્સને સવાલો કર્યો છે કે, શું વાઇનને પાછી લાવવી જોઇએ. મસ્કના આ ટ્વીટ પર કેટલાય યૂઝર્સે મતદાન કર્યુ છે, તો કેટલાક યૂઝર્સે સાથે પોતાના વિચારો ટ્વીટ કર્યા છે. મસ્કનુ આ ટ્વીટ વાઇનની વાપસી પર ઇશારો કરી રહ્યું છે. એક યૂઝરે લખ્યું- મને લાગે કે વાઇનને પાછી વાઇનને પાછી લાવવી એક સારો વિચાર છે. એલન મસ્કે થોડાક દિવસો પહેલા જ ટ્વીટરને ખરીદ્યુ છે, અને હવે ટ્વીટરમાં એક પછી એક મોટા ફેરફારો કરવાની તૈયારીમાં એલન મસ્ક લાગ્યા છે. જાણો આની ડિટેલ્સ.
Vine App (વાઇન એપ)
એક સમયની વાત છે, જ્યારે ટ્વીટર પર કોઇ વીડિયો શેર કરવા માટે Vine એપની સહારો લેતુ હતુ. ખબર છે કે, ટ્વીટરે ઓક્ટોબર, 2012 માં વાઇન એપનુ અધિગ્રહણ કરી લીધુ હતુ, આ એપના 200 મિલિયનથી વધુ એક્ટિવ મન્થલી યૂઝર્સ હતા, આ પ્લેટફોર્મના શરૂ થવા બાદથી 1.5 બિલિયન લૂપ આના પર જોવામાં આવી છે. વાઇન એપની આ એપ પર 6 સેકન્ડની લૂપિંગ વીડિયો ક્લિપ શેર કરવામાં આવે છે, પરંતુ કંપનીએ 2016મા વાઇન એપની સર્વિસને બંધ કરી દીધી હતી. ત્યારથી વાઇન કેમેરામાં ફેરવી દેવામાં આવી હતી. વાઇન કેમેરા એપમાં યૂઝર્સ 6.5 સેકન્ડનો લૂપિંગ વીડિયો શૂટ કરવાની સર મળતી હતી.
Vine બનશે TikTokનું ઓલ્ટરનેટિવ ?
ટ્વીટરના માલિક બન્યા બાદ એલન મસ્કે કર્મચારીઓ સાથે પોતાની પહેલી મુલાકાત કરી છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો મસ્કે આ મુલાકાતમાં આ વિષય પર ચર્ચા કરતા કહ્યું કે આપણે Vineને Tiktok જેવી એક એપ તરીકે વિકસાવવાની છે. જ્યાં 'અપમાનજનક ટિપ્પણીઓ'ને પણ અનુમતી આપી શકાય છે. જોકે, આની સાથે જ મસ્કે એ પણ પુષ્ટી કરી છે કે આ રીતની ટિપ્પણીઓને પ્રોત્સાહન ના આપવામાં આવે. મસ્કે પોતાના ટ્વીટના કર્મચારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે આપણે એક અબજ યૂઝર્સ સુધી પહોંચવા માટે પોતાના ટાર્ગેટને હાંસલ કરવા માટે પ્લેટફોર્મને ટિકટૉક જેવી બનાવવાની આવશ્યકતા છે.