Vivo X90 Series Launch: ચીની સ્માર્ટફોન મેકર કંપની Vivo આવતીકાલે ભારતમાં પોતાના બે ધાંસૂ અને હટકે સ્માર્ટફોન લૉન્ચ કરવાની છે. હમણાં જ કંપનીએ ભારતમાં vivo t2 5G સીરીઝને લૉન્ચ કરી છે. હવે કંપની X90 સીરીઝ લૉન્ચ કરવાની તૈયારીમાં છે, જે હૉમ માર્કેટ એટલે કે ચીનમાં પહેલાથી જ લૉન્ચ થઈ ચૂકી છે. આ સીરીઝ અંતર્ગત કંપનીએ ચીનમાં ત્રણ સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે, જેમાં Vivo X90, Vivo X90 Pro અને Vivo X90 Pro Plus સામેલ છે. જોકે ભારતમાં માત્ર બે જ સ્માર્ટફોન લૉન્ચ થવાના સમાચાર છે, Vivo X90 અને Vivo X90 Pro આ લિસ્ટમાં સામેલ છે. જાણો બંને સ્માર્ટફોનમાં તમને શું શું મળશે ખાસ.....
કેટલી હોઇ શકે છે કિંમત -
કંપની Vivo X90 5Gને બે સ્ટૉરેજ વેરિઅન્ટમાં લૉન્ચ કરી શકે છે, જેમાં 8/128GB વેરિઅન્ટની કિંમત 59,999 રૂપિયા અને 12/256 વેરિઅન્ટની કિંમત 63,999 રૂપિયા હોઈ શકે છે. કંપની Vivo X90 Proને 12/256GB વેરિઅન્ટમાં લૉન્ચ કરશે, જેની કિંમત લગભગ 84,000 રૂપિયા હોઈ શકે છે. ખાસ વાત છે કે, આ અંગે ઓફિશિયલી રીતે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.
સ્પેશિફિકેશન્સ -
Vivo X90 અને Vivo X90 Proમાં 6.78-ઇંચ OLED ડિસ્પ્લે મળશે, જે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. બંને સ્માર્ટફોન MediaTek Dimensity 9200 ચિપસેટ પર કામ કરશે. કેમેરા વિશે વાત કરીએ તો, તમને Vivo X90માં ત્રિપલ કેમેરા સેટઅપ મળશે જેમાં 50MP Sony IMX866 મેઇન સેન્સર, 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 12MP ટેલિફોટો લેન્સ હશે. આવી જ રીતે તમને Vivo X90 Proમાં ત્રણ કેમેરા મળશે, જેમાં 50MP Sony IMX989 પ્રાથમિક સેન્સર, 50MP પૉટ્રેટ લેન્સ અને 12MP અલ્ટ્રાવાઇડ કેમેરા હશે. બંને સ્માર્ટફોનમાં ફ્રન્ટમાં 32MP કેમેરા મળશે.
Vivo X90માં 4810 અને Vivo X90 Proમાં 4870 mAh બેટરી 120 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સાથે મળી શકે છે. ટૉપ એન્ડ વેરિઅન્ટ 50W વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે.