Vivo Y18i: સ્માર્ટફોન નિર્માતા કંપની વિવોએ તેનો બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન Y18i ભારતમાં લોન્ચ કર્યો છે. તેની કિંમત કંપનીએ 8 હજાર રૂપિયાથી પણ ઓછી રાખી છે. આ ફોનમાં કંપનીએ 5000 mAh બેટરી સાથે 64 GB સ્ટોરેજ પણ આપ્યું છે. આ સ્માર્ટફોનમાં એક SD કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યું છે જેની મદદથી ફોનનું સ્ટોરેજ 1TB સુધી વધારી શકાય છે.


વિવો Y18iની વિશેષતાઓ


વિવોના આ સ્માર્ટફોનની વિશેષતાઓની વાત કરીએ તો આ કંપનીનો નવીનતમ 4G ફોન છે. ફોનમાં 6.56 ઇંચની HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 90 Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે 528 nitsની પીક બ્રાઇટનેસ આપે છે. આ ઉપરાંત આ સ્માર્ટફોન Android 14 પર આધારિત Funtouch ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે. ફોન Unisoc T612 પ્રોસેસરથી સજ્જ છે.


રેમ અને સ્ટોરેજ


તમને જણાવી દઈએ કે વિવોના આ નવા સ્માર્ટફોનમાં 4GB રેમ સાથે 64GB સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે. ફોનમાં SD કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યું છે જેનાથી સ્ટોરેજને 1TB સુધી વધારી શકાય છે.


કેમેરા સેટઅપ


હવે આ ફોનના કેમેરા સેટઅપની વાત કરીએ તો કંપનીએ ફોનમાં 13MP નો પ્રાઇમરી કેમેરા આપ્યો છે. ફોનમાં 0.08MP નો સેકન્ડરી કેમેરા છે. સેલ્ફી માટે સ્માર્ટફોનમાં 5MP નો ફ્રન્ટ કેમેરા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. પાવરની વાત કરીએ તો આ ફોન 5000 mAh ની શક્તિશાળી બેટરીથી સજ્જ છે.


આ બેટરી 15 વોટના ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન IP54 રેટિંગ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં Wi Fi 5, બ્લુટુથ, GPS, અને USB Type C પોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.


કિંમત કેટલી છે


તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કંપનીએ વિવો Y18i ના 4GB રેમ+64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 7,999 રૂપિયા રાખી છે. તમે તેને જેમ ગ્રીન અને સ્પેસ બ્લેક જેવા રંગોમાં ખરીદી શકો છો. આ ઉપરાંત ફોન તમે કંપનીની અધિકૃત વેબસાઈટ સાથે જ ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી પણ ખરીદી શકો છો.


આ પણ વાંચોઃ


1930 - આ નંબર તમારા ફોનમાં તરત જ SAVE કરી લો, આજના માહોલમાં ક્યારેય પણ જરૂર પડી શકે છે, જાણો વિગતો