Vivoએ બજેટ સેગમેન્ટમાં પોતાનો દમદાર સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરી દીધો છે. કંપનીએ Vivo Y31ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. કંપનીનો આ સ્માર્ટફોન Y-સીરિઝમાં લેટેસ્ટ સ્માર્ટફોન છે.
આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 662નું પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે EISનું ફીચર પણ આપવામાં આવ્યું છે.
Vivo Y31 ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો ફોનમાં 6.58 ઈંચની ફુલ એચડી પ્લસ (1,080x2,408 પિક્સલ) IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 બેસ્ડ Funtouch OS 11 પર ચાલે છે. તેમાં ઓક્ટા કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
ફોનમાં સાઈડ -માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. 5,000mAhની દમદાર બેટરી સાથે 18 વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે.
કેમેરાની વાત કરીએ તો રિયરમાં 48 MP પ્રાઈમરી કેમેરા, 2MP ટર્શરી સેન્સર અને 2MP બોકે સેન્સરના ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. જ્યારે સેલ્ફી માટે 16MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
Vivo Y31ની શું કિંમત ?
આ ફોનના 6GB + 128GB વેરિએન્ટની કિંમત 16,490 રૂપિયા છે. આ ફોનને એમેઝોન, ફ્લિપકાર્ટ અને વીવો ઈન્ડિયા ઈ સ્ટોર પરથી ખરીદી શકાશે.
Vivo Y31નો મુકાબલો માર્કેટમાં Realme Narzo 20 Pro, Redmi Note 9 જેવા સ્માર્ટફોન સાથે થશે.
6GB રેમ અને 5,000mAhની દમદાર બેટરી સાથે Vivoએ ભારતમાં લોન્ચ કર્યો બજેટ સ્માર્ટફોન Vivo Y31
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jan 2021 06:22 PM (IST)
આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 662નું પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે EISનું ફીચર પણ આપવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -