નવી દિલ્હીઃ પૉપ્યુલર સ્માર્ટફોન કંપની Vivoએ થોડાક દિવસો પહેલા પોતાનો નવો મીડ રેન્જ ફોન Vivo Y73ને ભારતીય માર્કેટમાં લૉન્ચ કર્યો હતો. વળી, હવે આ ફોનને બહુ જલ્દી એકદમ સસ્તી કિંમતે ખરીદવાનો મોકો મળી રહ્યો છે. ઇ-કોમર્સ વેબસાઇટ Flipkart અનુસાર તમે આ ફોનને સસ્તી કિંમતમાં ઘરે લઇ જઇ શકો છો. આમ તો Vivo Y73 સ્માર્ટફોનની પ્રાઇસ 20,990 રૂપિયા છે, પરંતુ ફ્લિપકાર્ટ પર તમે આ ફોનને એક હજાર રૂપિયા ઓછામાં ઓર્ડર કરી શકો છો. ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, Vivo Y73નુ પેમેન્ટ જો તમે HDFC કે Kotakના ક્રેડિટ કાર્ડથી કરશો તો તમને એક હજાર રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જાણો ફોનની સ્પેશિફિકેશન્સ........ 


Vivo Y73ની સ્પેશિફિકેશન્સ- 
Vivo Y73 સ્માર્ટફોનમાં 6.44- ઇંચની ફૂલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1,080×2,400 પિક્સલ છે. ફોન એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ Funtouch OS 11.1 પર કામ કરે છે. આ ફોનમાં એક ઓક્ટાકૉર મીડિયાટેક હીલિયો જી95 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. આમાં 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી એક TB સુધી વધારી શકાય છે. 


કેમેરા અને બેટરી-
Vivo Y73માં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 64- મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 2- મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર અને 2- મેગાપિક્સલનો મેક્રો કેમેરા છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલ માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 4,000mAhની બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 4જી, ડ્યૂલ બેન્ડ વાઇફાઇ, જીપીએસ, બ્લૂટુથ વી5, 3.5 એમએમ હેડફોન જેક અને ચાર્જિંગ માટે યુએસબી ટાઇપ-સીપ પોર્ટ આપવામાં આવ્યો છે. ઓનબોર્ડ સેન્સરમાં એક્સેલેરોમીટર, એબિયન્ટ લાઇટ સેન્સર, પ્રૉક્સિમિટી સેન્સર, ઇ-કંપાસ અને જાયસ્કૉપ સામેલ છે. ફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યુ છે. 


Redmi Note 10 Pro સાથે મુકાબલો- 
Vivo Y73નો મુકાબલો Redmi Note 10 Pro સાથે છે, Redmi Note 10 Proમાં 6.67 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, આ MIUI 12 બેઝ્ડ Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. પરફોર્મન્સ માટે આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 732G પ્રૉસેસર આપવામા આવ્યુ છે. આમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 512 GB સુધી વધારી શકાય છે, આમાં પણ ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો છે. પાવર માટે ફોનમાં 5020mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવી છે.