Anand Mahindra: દેશના મોટા બિઝનેસમેન આનંદ મહિન્દ્રા ટ્વીટર પર ખુબ જ એક્ટિવ રહે છે, અને સમયાંતરે કેટલાક વીડિયો પણ શેર કરે છે. હવે તેમને હાલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત એક વીડિયો શેર કર્યો છે જે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. ખરેખરમાં, ગયા વર્ષે ઓપન એઆઈએ જીપીટી લાઈવ ચેટ કરી હતી, જે પછી માર્કેટમાં એઆઈ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગૂગલે તેના AI ટૂલ બાર્ડને કેટલાક લોકો માટે લાઈવ પણ કરી દીધુ છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ફોટૉગ્રાફ્સ, વીડિયો, મૉડલ વગેરે જેવી બીજીઘણી વસ્તુઓ ડેવલપ કરી શકાય છે. આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં AIની મદદથી 5 વર્ષની છોકરી 95 વર્ષમાં કેવી દેખાશે તે બતાવવામાં આવ્યું છે. પહેલા AI વડે ચિત્રો બનાવવામાં આવે છે, અને પછી તેને વીડિયોમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આનંદ મહિન્દ્રાએ ટ્વીટમાં લખ્યું કે - તેઓ AI થી ડરતા નથી પરંતુ AI ની શક્તિ અદભૂત છે.
ચેટજીપીટીને અત્યાર સુધી ઘણીબધી એપ્સ અને સર્વિસીસમાં ઇન્ટીગ્રેટ થઇ ચૂક્યુ છે. તાજેતરમાં આ ચેટબોટ સ્નેપચેટ પર ગ્લૉબલ યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવ્યું છે. અગાઉ તે ફક્ત સ્નેપચેટ પ્લસ સબ્સ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ હતું. તેની મદદથી લોકો કોઇપણ પ્રકારની માહિતી આસાનીથી શોધી શકે છે. ઓપન એઆઈએ માર્ચ મહિનામાં તેનું નવું વર્ઝન GPT-4 પણ લૉન્ચ કર્યું છે, જે એક્સક્લૂસિવ સબ્સ્ક્રાઇબર્સ માટે છે. નવું વર્ઝન પહેલા કરતા વધુ એડવાન્સ અને એક્યૂરેટ છે.
ગૂગલનું AI ટૂલ કૉડિંગમાં કરશે મદદ -
ગૂગલે તાજેતરમાં એક બ્લૉગ પૉસ્ટ દ્વારા આ માહિતી શેર કરી છે કે, લોકો Bard AIની મદદથી કૉડિંગ, ડીબગિંગ અને સૉફ્ટવેર ડેવલપ કરી શકશે. ફ્રેશર્સ આની મદદથી કૉડિંગ શીખી શકે છે. Bard AI Java, C++ અને Python સહિત 20 કૉડિંગ ભાષાઓ આમાં સામેલ છે.