PUBG મોબાઈલે નવેમ્બરમાં ભારતમાં વાપસીની જાહેરાત કરી હતી. તેના બાદ જલ્દીજ ભારતમાં લોન્ચ થશે તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે, અત્યાર સુધી પબજી મોબાઈલ ઈન્ડિયાની લોન્ચ ડેટને લઈ કોઈ જાહેરાત કરવામં આવી નથી, પરંતુ આ ગેમ સાથે જોડાયેલા અપડેટ્સ અને લીક્સ સામે આવી રહ્યાં છે. હવે PUBG મોબાઈલ ઈન્ડિયાના વેલકમ ગિફ્ટ લીક થઈ ગયા છે. એવામાં જાણો તેમાં શું છે ખાસ.


એક રિપોર્ટ અનુસાર પબજીના ભારતમાં લોન્ચ પહેલા PUBG મોબાઈલના ગ્લોબલ વર્ઝનની અંદર PUBG Mobile India ના વેલકમ ગિફ્ટ જોવા મળ્યા છે. લોન્ચિંગના સમયે પબજી મોબાઈલ ઈન્ડિયાને ડાઉનલોડ કરવા અને રમનાર તમામ પ્લેયર્સને આ વેલકમ ગિફ્ટ આપવામાં આવશે.

વેલકમ ગિફ્ટમાં શું હશે ખાસ ?
લીક ડીટેલ અનુસાર PUBG Mobile India નું વેલકમ ગિફ્ટ એક રિવોર્ડ ક્રેટ થશે તેમાં અનારકલી હેડગિયર, અનારકલી સેટ અને એક ક્લાસિક ક્રેટ કૂપન હશે. આ તમામ PUBG Mobile ગ્લોબલના બીટા વર્ઝનમાં જોવામાં આવ્યા છે. તેના બાદ એવી અટકળો ચાલી રહી છે કે, હાલમાં તેની ટેસ્ટિંગ ચાલી રહી છે. એવામાં PUBG Mobile Indiaના લોન્ચ સમયે આ રિવોર્ડ બદલી શકાશે અથવા તો આ જ રહેશે.