ટેલિકોમ્યુનિકેશન વિભાગ ટેલિકોમ ઓપરેટરોને શક્ય તેટલી વહેલી તકે CNAP લાગુ કરવા માટે કહી રહ્યું છે. ટેલિકોમ કંપનીઓ હાલમાં આ ખાસ સેવાનું પરીક્ષણ કરી રહી છે. ટ્રાયલ પૂર્ણ થયા પછી જ તેનો અમલ કરી શકાશે. TRAI ના મતે, આ સેવાના અમલીકરણથી નકલી કોલ્સ અટકશે.

Continues below advertisement

TRAI અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) લાંબા સમયથી મોબાઇલ યુઝર્સના  નંબર પર આવતા  સ્કેમ  કોલ્સ રોકવા માટે કામ કરી રહ્યા છે. ગયા વર્ષે, ટેલિકોમ નિયમનકારે કોલર નેમ પ્રેઝન્ટેશન એટલે કે CNAP સેવાની ભલામણ કરી હતી. TRAI એ તેની ભલામણમાં કહ્યું હતું કે CNAP સેવાના અમલીકરણથી, સ્કેમ કોલ્સની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે અને દરરોજ થતી નાણાકીય છેતરપિંડીઓને ઘણી હદ સુધી રોકી શકાશે. CNAP શું છે, જેને TRAI ગયા વર્ષથી અમલમાં મૂકવાનો આગ્રહ રાખી રહ્યું છે?

CNAP શું છે?

Continues below advertisement

જેમ કે નામ સૂચવે છે, CNAP નો અર્થ કોલર નેમ રિપ્રેઝન્ટેશન થાય છે, જેમાં ફોન પર આવતા ઇનકમિંગ કોલ્સમાં કોલરનું નામ દેખાશે. જો કે, તે ટ્રુ-કોલર અથવા અન્ય કોલર આઈડી એપ્સથી સંપૂર્ણપણે અલગ છે. આમાં, યુઝર કોલરનું એ જ નામ જોશે, જેનાથી સિમ કાર્ડ ખરીદ્યું છે. જો કે, આ સેવાને લાગુ કરવામાં ઘણી ટેકનિકલ  સમસ્યાઓ છે અને પ્રાઇવેસી અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે.

અહેવાલો અનુસાર, તાજેતરમાં ટેલિકોમ કંપનીઓએ ઇન્ટર અને ઇન્ટ્રા-સર્કલમાં CNAP નું ટ્રાયલ શરૂ કર્યું છે. ટેલિકોમ કંપનીઓ પરીક્ષણ દરમિયાન યુઝરના ફોન પર આવતા ઇનકમિંગ કોલ્સમાં કોલરનું નામ બતાવશે. જો કે, ટેલિકોમ કંપનીઓ હજુ પણ આ અંગેની મૂંઝવણ પર ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી સ્પષ્ટતાની રાહ જોઈ રહી છે.

ટેલિકોમ ઓપરેટરોનું કહેવું છે કે,  યુઝર્સ  ફોન પર કોલ કરનાર વ્યક્તિનું નામ જોવું જોઈએ, નહીં કે જેના નામે સિમ ખરીદ્યું છે તેનું નામ. ET ટેલિકોમના અહેવાલ મુજબ, એરટેલ, જિયો, વીઆઈ, બીએસએનએલ કહે છે કે અમે વ્યવસાય અને કૌટુંબિક જોડાણો અંગે ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છીએ.