What Is Ring Watch and its Price: આજના જમાનામાં ટેકનોલૉજી કેટલી હદે અને કઇ રીતે બદલાઇ રહી છે, તે જોવા જેવુ છે, સમજો કે ટેક્નોલોજીમાં.... પહેલાના જમાનામાં સમય જોવા માટે હાથ પર ઘડિયાળ પહેરવામાં આવતી હતી. પછી એનાલૉગ ઘડિયાળોએ આનું સ્થાન લઇ લીધું, ત્યારબાદ સ્માર્ટવૉચનો ટ્રેન્ડ શરૂ થયો અને હવા આ બધાની આગળ વધીને માર્કેટમાં સ્માર્ટ રિંગ્સ (રિન્ગ વૉચ) આવવા લાગી છે. અત્યારે સ્માર્ટવૉચની તુલનામાં ભારતીય બજારમાં એટલી લોકપ્રિય નથી, પરંતુ અમૂક ટકા લોકોએ તેના તરફ રસ દાખવ્યો છે અને તેઓ રૂટિન લાઇફમાં સ્માર્ટ રિંગ્સનો ઉપયોગ કરી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે સ્માર્ટ રિંગ શું છે ? તેની કિંમત કેટલી છે, તેમાં શું સુવિધાઓ ઉપલબ્ધ છે ? જો તમને આ બધા સવાલોના જવાબ મળી રહ્યાં તો, અહીં અમે તમને આના વિશે વાત કરી રહ્યાં છીએ. 


શું છે સ્માર્ટ રિંગ ?
સ્માર્ટ ઘડિયાળની જેમ સ્માર્ટ રિંગ્સમાં પણ સેન્સર અને NFC ચિપ્સ હોય છે. જેમ સ્માર્ટવૉચ હેલ્થ ટ્રેક કરે છે, એવી જ રીતે સ્માર્ટ રિંગ પણ આ કામ કરે છે. તફાવત એ છે કે સ્માર્ટ રિંગની સાઈઝ સ્માર્ટવૉચ કરતા ઘણી નાની હોય છે. તમે તમારી આંગળીના હિસાબે સ્માર્ટ રિંગ ખરીદી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો જેમ તમે માર્કેટમાંથી સામાન્ય રિંગ પસંદ કરો છો, તે જ વસ્તુ સ્માર્ટ રિંગ સાથે કરી શકો છો. 


કેટલામાં આવે છે સ્માર્ટ રિંગ ?
સ્માર્ટ રિંગ્સ આમ તો 1 હજાર રૂપિયાથી સેલિંગ માટે ઉપલબ્ધ છે, પરંતુ સારી કંપનીની સ્માર્ટ રિંગ્સ એટલે કે જે વધુ સારી બેટરી સપોર્ટ અને ફિચર્સ સાથે આવે છે, તેને તમે  3 થી 5 હજારની વચ્ચે ખરીદી શકો છો. આમ પણ માર્કેટમાં 10 થી 20 હજાર સુધીની સ્માર્ટ રિંગ્સ ઉપલબ્ધ છે. બસ, પરંતુ આ તમામ સ્માર્ટ રિંગ્સમાં ફિચર્સ, લૂક અને કંપની પ્રમાણે તેની કિંમત પણ બદલાશે. 


આમાં શું હોય છે ફિચર્સ ? 
સ્માર્ટવૉચની જેમ તમને સ્માર્ટ રિંગમાં પણ હાર્ટ રેટ મૉનિટર, પલ્સ રેટ મૉનિટર, સ્લીપ મૉનિટર, બ્લૂટૂથ કનેક્ટિવિટી, કૉન્ટેક્ટલેસ પેમેન્ટ વગેરે જેવી બીજી ઘણીબધી સુવિધાઓ મળે છે. તમારી સ્માર્ટ રિંગ જેટલી મોંઘી અને પ્રીમિયમ હશે, તેટલી વધુ ફેસિલિટી હશે. બ્લૂ કનેક્ટિવિટીને કારણે તમે સ્માર્ટવૉચની જેમ જ તમારા તમામ ટ્રેકિંગને પણ એપ દ્વારા જોઈ શકો છો. કેટલીક સ્માર્ટ રિંગ્સ એવી રીતે માર્કેટમાં આવે છે કે તમે તમારા મોબાઈલ ફોનને પણ કંટ્રોલ કરી શકો. જેમ કે એલાર્મ સેટ, કૉલ રીસીવ કે કટ વગેરે. માર્કેટમાં અત્યારે Oura Smart Ring, Motiv Smart Ring અને McLEAR Ring વગેરે જેવી બ્રાન્ડેડ સ્માર્ટ રિંગ અવેલેબલ છે.