નવી દિલ્હીઃ જો તમે WhatsAppનો ઉપયોગ કરતા હોય તો તમારા માટે આ સમાચાર કામના છે.  બની શકે કે તમારું એકાઉન્ટ હેકર્સના નિશાના પર હોય. કારણ કે હાલમાં હેકર્સે ફોનને હેક કરવા માટે એક નવી રીત શોધી છે. અને તે MP4ની ફાીલ તરીકે તમારા ઇનબોક્સમાં આવે છે. હેકર્સ યૂઝર્સને વ્હોટ્સએપ નંબર પર એમપી4 વીડિયો ફાઈલ મોકલે છે. ત્યાર બાદ ફોન કરીને તેને ડાઉનલોડ કરવા માટે કહે છે. ડાઉનલોડ કરતા જ મોબાઈલ ડેટા પર હેકર્સનો અધિકાર થઈ જાય છે અને ફોનના તનામ જરૂરી જાણકારી ચોરી લે છે.


ઉપરાંત ક્યારેક એપ ડાઉનલોડ કરવાની સલાહ આપીને તો ક્યારેક વીડિયો ડાઉનલોડ કરવાની વાત કહીને હેકર્સ દિવસ રાત એવા જ પ્રયત્નમાં રહેતા હોય કે યૂઝર્સને ડેટા ચોરી કરી લેવાય.

જાણકારી અનુસાર હેકર્સ આ પ્રકારની રીત એન્ડ્રોઈડ અને આઈઓએસ બન્ને પ્લેટફોર્મ પર અપનાવી રહ્યા છે. આ એમપી4 ફાઈલને વિશેષ કરીને સાઈબર હુમલા માટે તૈયાર કરવામાં આવે છે.

હેકિંગને લઈને ફેસબુકને એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, “હેકર્સ વ્હોટ્સએપ યૂઝર્સ માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલ એમપી4 ફાઈનલ મોકલીને ફોનને હેક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.”

હેકર્સને લઈને સરકાર પણ ખૂબ જ ચિંતિત દેખાઈ રહી છે. મોદી સરકારે હેકિંગને લઈને કડક ચેતવણી આપી છે. જ્યારે વ્હોટ્સએપે નિવેદન  જારી કર્યું છે કે, ‘અમે તમામ ભારતીય નાગરિકોની ગુપ્તતાને સુરક્ષિત રાખવાની જરૂરિયાત વિશે ભારત સરકારના મજબૂત નિવેદનથી અસહમત છીએ.’