WhatsApp New Feature: દુનિયાભરમાં પોતાના બેસ્ટ ફિચર્સ માટે પૉપ્યૂલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppએ તાજેતરમાં જ યૂઝર્સ માટે કેટલાક નવા ફિચર્સ આપ્યા છે. આ ફિચર્સના કારણે યૂઝર્સને એક્સપીરિયન્સ વધુ મજેદાર અને શાનદાર બન્યો છે. વળી, હવે કંપની વધુ એક નવુ ફિચર લઇને આવી રહી છે, અને હાલ તેના પર કામ ચાલી રહ્યું છે. આની મદદથી iOS યૂઝર્સ પોતાની ચેટને આસાનીથી એન્ડ્રોઇડમાં ટ્રાન્સફર કરી શકશે. આવો જાણીએ આ નવા ફિચર્સ વિશે...... 


આ રીતે થશે ચેટ ટ્રાન્સફર- 
WhatsAppનુ અપડેટ્સ રાખનારી WABetaInfoએ સોશ્યલ મીડિયા પર એક સ્ક્રીનશૉટ શેર કરવામાં આવ્યો છે, જેનાથી જાણી શકાય છે કે વૉટ્સએપનુ આ ચેટ ફિચર કઇ રીતે કામ કરશે. વેબસાઇટ અનુસાર, આ ફિચરને Move chats to Android ના નામથી રૉલઆઉટ કરવામાં આવી શકે છે. આ ઓપ્શનને WhatsApp iOS પ્લેટફોર્મ પર અલગથી એડ કરવામાં આવશે. જોકે કંપની તરફથી આ ફિચરને લઇને કોઇ અધિકારીક નિવેદન અને જાણકારી સામે નથી આવી. માનવામાં આવી રહ્યું છે કે આ ફિચર હાલ ટેસ્ટિંગ ફેઝમાં છે. 


આ યૂઝર્સ માટે થશે સરળતા- 
WhatsApp યૂઝર્સને અત્યાર સુધી પોતાની iOS ડિવાઇસમાંથી એન્ડ્રોઇડ ડિવાઇસમાં ચેટ ટ્રાન્સફર કરવી મુશ્કેલી પડતી હતી. પરંતુ આ ફિચર આવ્યા બાદ યૂઝર્સનુ કામ આસાન થઇ જશે. માની લો કે જો તમે કોઇ iOS ડિવાઇસ ચલાવી રહ્યાં છે અને જલ્દી જ એન્ડ્રોઇડ ફોન લેવાના છો, તો તમારા માટે આ ફિચર કામનુ સાબિત થશે. 


આ ફિચર પણ થઇ શકે છે રૉલઆઉટ- 
iOSમાંથી એન્ડ્રોઇડ ચેટ ટ્રાન્સફની સાથે સાથે એન્ડ્રોઇડમાંથી iOSમાં પણ WhatsApp ચેટ્સને ટ્રાન્સફર કરવા માટે ફિચરના રિપોર્ટ્સ સામે આવી રહ્યાં છે. આગામી સમયમાં કંપની એન્ડ્રોઇડથી આઇઓએસ ડિવાઇસમાં ચેટ્સને ટ્રાન્સફર કરવા માટેનુ ફિચર પણ લાવી શકે છે. જોકે આને લઇને કંપનીએ હજુ સુધી કોઇ અધિકારિક પુષ્ટી નથી કરી.