Whatsapp chat transfer feature for iPhone: જો અમે તમને પુછીએ કે WhatsApp પર તમારી સૌથી ખાસ વસ્તુ શું છે, તો તમે પણ કદાચ 'વૉટ્સએપ ચેટ્સ' કહેશો. ચેટ્સ ખુબ જ મહત્વની છે, કારણ કે આપમી ઘણીબધી ડિટેલ્સ તેમાં સ્ટૉર થયેલી હોય છે. જ્યારે આપણે એક ફોનમાંથી બીજા ફોન પર સ્વિચ થઇએ છીએ, તો સૌથી પહેલા આપણે આપણી વૉટ્સએપ ચેટ્સ મેળવવા માંગીએ છીએ. આ માટે મેટા એન્ડ્રોઇડ અને આઇફોન બંને યૂઝર્સને જુદાજુદા ઓપ્શનો આપે છે. હવે આ જ કડીમાં iPhone યૂઝર્સ માટે એક સારા સમાચાર છે. હવે તમે iCloud વગર તમારા વૉટ્સએપ ચેટ્સને જુના iPhoneમાંથી બીજા iPhone પર ઇઝીલી ટ્રાન્સફર કરી શકશો. 


આ હશે નવું ફિચર - 
વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખનારી વેબસાઈટ Wabetainfo અનુસાર, WhatsApp અત્યાર iPhone ટુ iPhone ચેટ ટ્રાન્સફર ફિચર પર કામ કરી રહ્યું છે, આની મદદથી યૂઝર્સ એક ક્લિકમાં પોતાના જુના iPhoneમાંથી નવા iPhone પર ચેટ ટ્રાન્સફર કરી શકશો. હાલમાં, આ ફિચર થોડાક જ બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે, જે આગામી સમયમાં તમામ લોકો માટે રૉલઆઉટ થઈ શકે છે.


ખાસ વાત છે કે, મેટા જે રીતનું ઓપ્શન આઈફોનમાં લાવવા જઈ રહ્યું છે, તેવી જ રીતે એન્ડ્રોઈડ યૂઝર્સને પણ આવું ઓપ્શન બહુ જલદી મળી જશે. આ માટે પણ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ફિચરના રિલીઝ પછી લોકોને Google ડ્રાઇવ દ્વારા ચેટ ટ્રાન્સફર કરવાની જરૂર નહીં રહે અને કામ એક ક્લિકમાં થઈ જશે.


 


વોટ્સએપે માર્ચ મહિનામાં 47 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો, તમે પણ આ ભૂલ કરશો તો...


WhatsApp Safety Report: 1 માર્ચથી 31 માર્ચની વચ્ચે વોટ્સએપે પ્લેટફોર્મ પરથી 47 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ મંથલી સેફ્ટી રિપોર્ટ જાહેર કર્યો છે. આ એકાઉન્ટ્સ IT નિયમ 4(1)(d) 2021 હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કંપનીએ કુલ 47,15,906 ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાંથી 16,59,385 એકાઉન્ટ્સ WhatsApp દ્વારા જ તેની પોતાની નીતિ હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. એટલે કે, કંપનીને આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી ન હતી, પરંતુ તેઓ WhatsAppના નિયમોનું પાલન કરી રહ્યા ન હતા, જેના કારણે આ એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે. જો તમે પ્લેટફોર્મ પર કંપની દ્વારા નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કરો છો, તો તમારું એકાઉન્ટ પણ પ્રતિબંધિત થઈ શકે છે.


માર્ચ મહિનામાં આટલી ફરિયાદો મળી હતી


1 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરીની વચ્ચે, વોટ્સએપે 45,97,400 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાંથી 12,98,000 એકાઉન્ટ્સ કંપની દ્વારા કોઈપણ ફરિયાદ વિના પહેલાથી જ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. લેટેસ્ટ સેફ્ટી રિપોર્ટ અનુસાર વોટ્સએપને માર્ચ મહિનામાં 4,720 ફરિયાદો મળી હતી, જેમાંથી 4,316 ફરિયાદો એકાઉન્ટ પર પ્રતિબંધની હતી. તેમાંથી વ્હોટ્સએપે માત્ર 553 વિરૂદ્ધ કાર્યવાહી કરી અને પ્લેટફોર્મ પરથી સંબંધિત ખાતાઓને પ્રતિબંધિત કરી દીધા.


તમને જણાવી દઈએ કે, IT નિયમો 2021 મુજબ, કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે જેના 50 લાખથી વધુ યૂઝર્સ હોય તેણે દર મહિને એક સેફ્ટી રિપોર્ટ પ્રકાશિત કરવાનો હોય છે, જેમાં કંપની દ્વારા કરવામાં આવેલી ફરિયાદો અને પગલાં વિશે માહિતી આપવાની હોય છે. માર્ચ મહિનામાં વોટ્સએપે 4.7 મિલિયન એકાઉન્ટ પર કાર્યવાહી કરી છે.









કંપની યુઝર એક્સપીરિયન્સને બહેતર બનાવવા માટે નવા ફીચર્સ પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં લોકોને વોટ્સએપ પર સ્ટેટસ પર વોઈસનોટ, ચેટ લોક વગેરે જેવી ઘણી શાનદાર સુવિધાઓ મળવા જઈ રહી છે. તાજેતરમાં Meta એ WhatsApp પર આ ફીચરની જાહેરાત કરી છે કે હવે યુઝર્સ 4 અલગ-અલગ ડિવાઈસ પર WhatsAppનો ઉપયોગ કરી શકશે.