નવી દિલ્હીઃ દુનિયાની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ છેલ્લા બે કલાકથી પણ વધુ સમયથી ડાઉનલૉડ ચાલી રહી છે. વૉટ્સએપ યૂઝર્સ આનાથી કંટાળી ગયા છે. ભારતમાં અત્યારે સૌથી મોટો તહેવાર દિવાળી પર્વ ચાલી રહ્યો છે અને લોકો પોતાના સ્વજનો અને સ્નેહીઓને શુભેચ્છા મેસેજોની આપલે કરી રહ્યાં છે, પરંતુ વૉટ્સએપ સર્વર અચાનક ડાઉન થઇ જતાં લોકો પરેશાન થઇ ગયા છે. આની સીધી અસરથી લોકો બીજા ઓપ્શન શોધવા લાગ્યા છે.
વૉટ્સએપ સર્વર ડાઉન - આ એપ્સને લોકો કરવા લાગ્યા ધડાધડ ડાઉનલૉડ -
પૉપ્યૂલર એપ વૉટ્સએપનું સર્વર અચાનક ડાઉન થઇ જતાં લોકો વૉટ્સએપ પર મેસેજની આપ-લે નથી કરી શકતા. આ કારણે લોકો ઓપ્શન શોધવા લાગ્યા છે, અને તેને ધડાધડ ડાઉનલૉડ કરી રહ્યાં છે.
જો તમે પણ ચિંતિત છો તો તમને અમે વૉટ્સએપની ત્રણ બેસ્ટ ઓપ્શન એપ્સ વિશે બતાવી રહ્યાં છીએ, જેમાં તમને બિલકુલ વૉટ્સએપ અને તેનાથી પણ સારા ફિચર્સ મળી રહ્યાં છે. જાણો આ ત્રણેય એપ્સ વિશે...
Telegram -
જ્યારથી વૉટ્સએપની નવી પૉલીસીની જાહેરાત થઇ છે, ત્યારથી દેશમાં ટેલિગ્રામ એપની લોકપ્રિયતામાં ખુબ ઉછાળો આવ્યો છે. આ એક બેસ્ટ એપ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કરોડો લોકોએ આ એપને ડાઉનલૉડ કરી નાંખી છે. આ એપમાં તમે વૉટ્સએપની જેમ તસવીર, વીડિયો, ડૉક્યૂમેન્ટ્સ મોકલી શકો છો. આમાં તમે મેસેજ મોકલતા મેસેજને એડિટ, મેસેજને શિડ્યૂલ તથા 1.5 GB સુધીની ફાઇલ શેર કરી શકો છો. આ ઉપરાંત આમાં કેટલાય શાનદાર ફિચર્સ છે, જે વૉટ્સએપને ટક્કર આપે છે.
Signal -
ભારતમાં સિગ્નલ એપ વૉટ્સએપની બીજો સૌથો ઓપ્શન બનીને ઉભર્યો છે. કોરડો લોકોએ આ એપનો યૂઝ શરૂ કરી દીધો છે. આમાં તમે વૉટ્સએપની જેમ ટેક્સ્ટ, તસવીરો, વીડિયો અને ડૉક્યૂમેન્ટ શેર કરી શકો છો. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ એપને લાખો લોકોએ પસંદ કરી છે. સતત આના યૂઝર્સની સંખ્યા વધી રહી છે.
Share Chat -
શેર ચેટ એપ પણ વૉટ્સએપનો બેસ્ટ ઓપ્શન બનીને સામે આવ્યો છે. આ એપમાં વૉટ્સએપના જેવા કેટલાય બેસ્ટ ફિચર્સ છે. આ એપને દેશમાં કરોડો યૂઝર્સ છે. સતત આની લોકપ્રિયતા વધી રહી છે, અને આગામી દિવસોમાં આ વધુ ને વધુ પૉપ્યુલર બની શકે છે.