WhatsApp Feature: WhatsApp હંમેશા તેના યૂઝર્સ માટે કેટલીક નવી સુવિધાઓ પર કામ કરતું રહે છે જેથી કરીને તે હંમેશા તેની એપ્લિકેશનમાં યૂઝર્સ એક્સપીરિન્સને સુધારી શકે. આ ક્રમમાં આ વખતે WhatsAppએ iOS એટલે કે iPhone નો ઉપયોગ કરતા યૂઝર્સ માટે ચેનલ અપડેટ ફૉરવર્ડિંગ નામનું ફિચર રૉલ આઉટ કરવાનું શરૂ કર્યું છે. જાણો અહીં શું છે આ નવું ફિચર, ને કઇ રીતે કરશે કામ.. 


વૉટ્સએપમાં આવ્યું એક નવું ફિચર 
Wabetainfo દ્વારા એક લેટેસ્ટ અહેવાલ અનુસાર, એક પ્લેટફોર્મ જે WhatsApp વિશેના તમામ લેટેસ્ટ સમાચારો અને આગામી સુવિધાઓ વિશે માહિતી પ્રદાન કરે છે, WhatsApp એ iOS ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે iPhone, iPad જેવા ઉપકરણોનો ઉપયોગ કરતા યૂઝર્સ માટે એક નવું ફિચર રૉલઆઉટ કરવાનું શરૂ કર્યું છે.


આ ફિચરનું નામ છે ચેનલ અપડેટ ફૉરવર્ડિંગ. આનો અર્થ એ છે કે તમે તરત જ તમારી WhatsApp ચેનલ પર અપડેટ શેર કરી શકશો. તમે નીચે આપેલ આ X પોસ્ટના પિક્ચરમાં જોઈ શકશો કે WhatsApp ચેનલમાં આપવામાં આવતા અપડેટ્સ પર પ્રતિક્રિયાઓ ધરાવતી કોલમની બાજુમાં ફૉરવર્ડિંગનો નવો વિકલ્પ દેખાય છે.






આઇફોન વાળા યૂઝર્સને મળશે ફાયદો 
આ એક નવો વિકલ્પ છે, જેના દ્વારા યૂઝર્સ ચેનલમાં આવતા કોઈપણ અપડેટને તેમના મિત્રો, સંબંધીઓ અથવા તો ગ્રુપ ચેટમાં સરળતાથી શેર કરી શકે છે. અગાઉ, ચેનલના અપડેટ્સ શેર કરવા માટે વ્યક્તિએ ચેટબોક્સની ટોચ પરના મેનૂ બારમાં જઈને ફોરવર્ડ વિકલ્પ પસંદ કરવો પડતો હતો, જે થોડો મુશ્કેલ છે. વૉટ્સએપ હવે સરળ બનાવી દીધું છે. હવે જોવાનું એ રહે છે કે આ નવું ફિચર વૉટ્સએપના iOS યૂઝર્સના એક્સપીરિયન્સમાં કેટલો ફેરફાર કરે છે અને તેમને આ ફિચર કેટલું પસંદ આવે છે.