WhatsApp Tips: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં કેટલાક એવા ફિચર્સ છે જેના વિશે કોઇ નથી જાણતુ. આ ફિચર્સનો યૂઝ કરીને તમારો એક્સપીરિયન્સ વધુ શાનદાર બની જાય છે. આમાંથી જ અમે એક ખાસ કામના ફિચર વિશે વાત કરી રહ્યાં છીએ. આ ફિચર દ્વારા તમે તમારી પર્સનલ ચેટ બીજાઓથી હાઇડ કરી શકો છો. આવો જાણીએ શું છે આ ફિચર ને કઇ રીતે કરે છે કામ..... 


iPhoneમાં આ રીતે હાઇડ કરો ચેટ- 
સૌથી પહેલા તમારે પોતાની WhatsApp ચેટમાં જવુ પડશે. હવે તમે જે ચેટને હાઇડ કરવા માંગો છો તેના પર સ્વાઇપ કરો. આ પછી એક archiveનો ઓપ્શન મળશે. archive પર ક્લિક કરતા જ તમારી ચેટ હાઇડ થઇ જશે.  આ ફિચર દ્વારા તમે તમારી પર્સનલ ચેટ બીજાઓથી હાઇડ કરી શકો છો. 


Android યૂઝર્સ આ રીતે હાઇડ કરી શકે છો પોતાની પર્સનલ ચેટ-- 
એન્ડ્રોઇડ યૂઝર્સ પોતાની WhatsApp ચેટને આસાનીથી હાઇડ કરી શકે છે. આ માટે સૌથી પહેલા તમારે WhatsApp ચેટમાં જવુ પડશે. આ પછી ચેટ પર થોડી વાર સુધી પ્રેસ કરીને રાખવુ પડશે. આ પછી તમને ઉપર કેટલાક ઓપ્શન મળશે. અહીં તમને એક archiveનો ઓપ્શન મળશે. તમારે તેના પર જ ક્લિક કરવુ પડશે. archive બાદ તમારી ચેટ હાઇડ થઇ જશે. 


આ રીતે કરો Archiveને Unarchive-- 
હવે જ્યારે તમે કોઇ પર્સનલ ચેટને હાઇડ કરવા માટે તેને Archive કરી દીધી છે તો પાછી તેને Unarchive પણ કરી શકો છો. Archive થયા બાદ આ ચેટ એક અલગ ફૉલ્ડરમાં સૌથી નીચે જતુ રહેશે. તમે આને કૉન્ટેક્ટ નેમ સર્ચ કર્યા બાદ તમે ઓપન કરી શકો છો. જો આને ફરીથી નોર્મલ ચેટ બૉક્સમાં લાવવા માંગતા છો, તો તે ચેટ પર ક્લિક કરીને તેને Unarchive કરી શકો છો.