નવી દિલ્હીઃ WhatsAppએ થોડાક સમય પહેલા પોતાના એન્ડ્રોઇડ યૂઝર્સ માટે શાનદાર ફિચર રૉલઆઉટ કર્યુ હતુ, જેનુ નામ હતુ Mute Video ફિચર. વળી, હવે કંપની પોતાના iOS યૂઝર્સ માટે પણ આ ખાસ ફિચર લઇને આવી રહી છે. એન્ડ્રોઇડના સાત મહિના બાદ આ ફિચર આઇફોન યૂઝર્સ માટે અવેલેબલ થશે. હાલ આના પર કામ ચાલી રહ્યું છે, અને બહુ જલદી આને રૉલઆઉટ કરી દેવામાં આવશે. જાણો આ શુ છે અને કઇ રીતે કરે છે કામ..........
વીડિયો મોકલીને જાણો-
WhatsApp ટ્રેકર Wabetanifoનુ માનીએ તો Mute Video ફિચર એન્ડ્રોઇડ 2.21.3.13 વર્ઝન પર આ ફિચર અવેલેબલ છે. વળી આ ફિચર iOS માટે WhatsApp બીટા પર સારી ડિઝાઇન સાથે અવેલેબલ છે. તમે તમારા કોઇપણ કૉન્ટેક્ટ પર કોઇ વીડિયો મોકલીને જાણી શકો છો કે આ ફિચર હાલ તમારા એકાઉન્ટ પર કામ કરી રહ્યું છે કે નહીં.
આ રીતે કરી શકો છો યૂઝ -
WhatsApp Mute Video Feature ના યૂઝ માટે સૌથી પહેલા તે યૂઝરની ચેટમાં જાઓ જેને તમે મ્યૂટ વીડિયો સેન્ડ કરવા માંગો છો.
હવે અહીં આઇકૉન પર ક્લિક કરીને ગેલેરીમાં જાઓ અને તે વીડિયો સિલેક્ટ કરો.
આટલુ કર્યા બાદ જેવુ તમે વીડિયો પર ક્લિક કરશો તો તમને સૌથી પહેલા ડાબી બાજુ સ્પીકરનુ આઇકૉન દેખાશે તેના પર ટેપ કરી દો.
હવે તમે જેવુ ટેપ કરશો વીડિયોનો અવાજ બંધ થઇ જશે.
જોકે, આમાં બીજા ઓપ્શન પહેલાની જેમ જ રહેશે. વીડિયોમાં તમે પહેલાની જેમ ઇમૉજી, ટેક્સ્ટ અને એડિટ કરી શકશો.
Multi-Device Support ફિચર-
WhatsApp એ નૉન બીટા યૂઝર્સ માટે પણ Multi-Device Support ફિચરને રૉલઆઉટ કરવાનુ શરૂ કરી દીધુ છે, જે હજુ સુધી ફક્ટ બીટા યૂઝર્સને મળી રહ્યું હતુ. આ એકદમ ખાસ ફિચર દ્વારા યૂઝર્સ એક સમયમાં એકથી વધુ ડિવાઇસ જેવા કે લેપટૉપ અને કૉમ્પ્યુટર પર પોતાનુ WhatsApp એકાઉન્ટ ચલાવી શકે છે.
એપ કરવી પડશે અપડેટ-
WhatsApp ટ્રેકર WABetaInfo અનુસાર એપના વર્ઝન 2.21.19.9 પર એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવ્યુ છે. તમે એપના નવા વર્ઝનથી એપડેટ કરીને વૉટ્સએપ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચરનો ઉપયોગ કરી શકો છો. રિપોર્ટનુ માનીએ તો WhatsApp ભવિષ્યમાં આવનારા અપડેટ્સ માટે મલ્ટી ડિવાઇસ વર્ઝન અપડેટને મેન્ડટરી કરી શકો છો.