WhatsApp Latest Feature: WhatsApp પોતાના યૂઝર્સ માટે એક પછી એક શાનદાર ફિચર્સ લાવી રહ્યું છે. તાજેતરમાં કંપનીએ તેના યૂઝર્સને ઘણી આકર્ષક સુવિધાઓ ભેટમાં આપી છે. આ કેટેગરીમાં WhatsApp યૂઝર્સને બેસ્ટ ચેટિંગ અનુભવ આપવા માટે એક નવું ફિચર અનલૉક કરવા જઈ રહ્યું છે. થોડા સમય પહેલા કંપનીએ ચેટિંગ માટે સિક્રેટ ફિચર બહાર પાડ્યું હતું, ત્યારબાદ કંપની હવે તેને લિંક્ડ ડિવાઇસ માટે પણ લાવવાની તૈયારી કરી રહી છે.


દર વખતની જેમ આ વખતે પણ WABetaInfo એ કંપનીના આ ફિચર વિશે માહિતી આપી છે. WABetaInfo અહેવાલ આપે છે કે તેણે Google Play Store પર ઉપલબ્ધ Android માટે WhatsApp બીટામાં આ સુવિધા જોઈ છે. આનો સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. સ્ક્રીનશોટમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લિંક કરેલ ઉપકરણ પર ચેટ ખોલતી વખતે, એક સિક્રેટ કૉડ જરૂરી છે.






કઇ રીતે કરી શકો છો સિક્રેટ કૉડને સેટ - 
આ ફિચરમાં યૂઝર્સ પોતાના પ્રાઇમરી ફોનમાં સિક્રેટ કોડ સેટ કરી શકે છે. આ સિક્રેટ કોડ સેટ કરવા માટે યૂઝર્સે ચેટ લૉક સેટિંગ્સ વિકલ્પ પર જવું પડશે. વૉટ્સએપનું આ ફિચર હજુ વિકાસના તબક્કામાં છે. જ્યારે આ સુવિધાનું પરીક્ષણ પૂર્ણ થશે, ત્યારે જ કંપની ગ્લોબસ યૂઝર્સ માટે તેના સ્થિર સંસ્કરણને રોલઆઉટ કરવાનું શરૂ કરશે. આ ફિચર ચાલુ થતાંની સાથે જ યૂઝર્સને લિંક કરેલ ડિવાઇસમાં ચેટ સંબંધિત તેમની પ્રાઈવસીને લઈને કોઈ ટેન્શન રહેશે નહીં. આ પહેલા વૉટ્સએપે પોતાના એન્ડ્રોઈડ યૂઝર્સ માટે નવી ડિઝાઈનમાં મોટો ફેરફાર કર્યો છે. તેની અપડેટ ધીમે ધીમે લોકો સુધી પહોંચી રહી છે.