WhatsApp new Feature:  Meta એ WhatsApp યુઝર્સની પ્રાઇવેસીને વધુ સારી બનાવવા માટે આજે બે નવા અપડેટ રોલઆઉટ કર્યા હતા. આ અપડેટ્સમાંથી એક ખૂબ જ ઉપયોગી થશે કારણ કે તાજેતરમાં ઘણા વોટ્સએપ યુઝર્સને અજાણ્યા નંબરો પરથી કોલ આવી રહ્યા છે. જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્લેટફોર્મ પર છેતરપિંડીના કિસ્સાઓ પણ વધ્યા છે. Meta એ હવે WhatsApp પર એક નવું ફીચર ઉમેર્યું છે જે યુઝર્સને અજાણ્યા નંબરો પરથી આવતા કોલને સાયલન્ટ કરવાનો ઓપ્શન આપશે. આ સાથે કંપનીએ એપમાં 'પ્રાઇવસી ચેકઅપ' અપડેટ પણ આપ્યું છે, જે યુઝર્સને એપના તમામ પ્રાઇવસી ટૂલ્સ વિશે જણાવશે અને તેમને ચેકઅપનો વિકલ્પ પણ આપશે.



સેટિંગ વિકલ્પની અંદર જઈને તમને પ્રાઈવસીમાં બંન્ને અપડેટ્સ મળશે. પહેલો ઓપ્શન મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે ઘણી વખત મહિલાઓને અજાણ્યા નંબરો પરથી ફોન આવતા રહે છે જેનાથી તેઓ ખૂબ પરેશાન રહે છે. આ ફીચર ઓન રાખવાથી તેમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને અજાણ્યા નંબરો પરથી આવતા કોલ ઓટોમેટીક સાયલન્ટ થઈ જશે. બધા સાયલન્ટ કૉલ્સ યુઝરને કૉલ ટેબની અંદર દેખાશે.


પ્રાઈવસી ચેકઅપમાં મળશે આ ઓપ્શન


પ્રાઇવેસી ચેકઅપ ઓપ્શન યુઝર્સને તમામ એ ટૂલ્સની જાણકારી આપશે જે તેમની પ્રાઇવેસી માટે જરૂરી છે. એટલે કે તમામ ટૂલ્સની માહિતી તમને એક જ જગ્યાએ મળશે. પ્રાઈવસી ચેકઅપ હેઠળ વોટ્સએપ તમને ઘણી બાબતો વિશે માહિતી આપશે જેમ કે Who can contact you, see your personal information.  અહીંથી તમે સેટિંગ્સ પણ બદલી શકો છો.


આ ફીચર્સ પર પણ કામ ચાલી રહ્યું છે


WhatsApp પણ ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. તેમાં યુઝરનેમ, કોલ બેક બટન, સ્ક્રીન શેર વગેરે જેવા અનેક ફીચર્સ સામેલ છે.  વોટ્સએપ યુઝર્સ યુઝરનેમ ફીચરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફીચરની શરૂઆત બાદ યુઝર્સ યુઝર નેમની મદદથી લોકોને કોન્ટેક્ટ્સમાં એડ કરી શકશે અને સાથે જ અન્ય લોકોથી પોતાનો નંબર પણ છૂપાવી શકશે.


દુનિયાના સૌથી મોટા મેસેન્જર વોટ્સએપ યુઝર્સ માટે સારા સમાચાર છે. આવનારા સમયમાં તમે ટૂંકા વિડિયો મેસેજ મોકલી શકશો. કંપનીએ એક નવા ફીચરની ટ્રાયલ શરૂ કરી છે જે યુઝર્સને શોર્ટ વિડિયો મેસેજ રેકોર્ડ કરીને અન્ય લોકોને મોકલી શકશે. આ એપ પર સંચારની બીજી રીત પ્રદાન કરશે. neowin.netના સમાચાર અનુસાર, નવું ફીચર યુઝર્સને 60 સેકન્ડ સુધીના વિડિયોને રેકોર્ડ કરવા અને અન્ય લોકો સાથે સીધા ચેટમાં શેર કરવાની મંજૂરી આપશે.