WhatsApp Email Linking Feature: મેટા તેની સોશિયલ મીડિયા એપ્સમાં સમયાંતરે ઘણા અપડેટ્સ લાવે છે. આ અપડેટ્સનો હેતુ લોકોને પ્લેટફોર્મ પર સુરક્ષિત અનુભવ આપવાનો પણ છે. દરમિયાન, WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેની માહિતી વોટ્સએપના પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે. વાસ્તવમાં કંપની ઈ-મેલ એકાઉન્ટને વોટ્સએપ એકાઉન્ટ સાથે લિંક કરવા માંગે છે. એટલે કે યુઝર્સને ઈમેલ એકાઉન્ટની માહિતી પણ આપવી પડશે. ઈમેલ દ્વારા કંપની એકાઉન્ટને વેરીફાઇ અને સિક્યોર રાખવામાં મદદ કરશે.






જે રીતે અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર લોગિન સમયે ઈમેલમાં નોટિફિકેશન આવે છે તેવી જ રીતે WhatsApp સાથે પણ થઈ શકે છે. હાલમાં, આ અપડેટ એન્ડ્રોઇડ બીટાના 2.23.16.15 વર્ઝનમાં જોવામાં આવ્યું છે. આવનારા સમયમાં કંપની તેને દરેક માટે રોલઆઉટ કરી શકે છે. હાલમાં આ માહિતી સામે આવી નથી કે કંપની સુરક્ષા માટે ઈમેલનો ઉપયોગ કેવી રીતે કરશે.


વોટ્સએપે જૂનમાં 66 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો


વોટ્સએપે જૂન મહિનામાં ભારતમાં 66 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. નવા IT નિયમ 2021 હેઠળ રિપોર્ટ જાહેર કરતાં કંપનીએ કહ્યું કે તેણે ભારતમાં કુલ 66,11,700 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાંથી 24,34,200 એકાઉન્ટ્સ પર કંપનીએ જ કોઈ ફરિયાદ વિના પ્રતિબંધ લગાવી દીધો છે. વાસ્તવમાં કંપની તે એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરે છે જે કોઈપણ ખોટી પ્રવૃત્તિમાં સામેલ છે. ભારતમાં 500 મિલિયનથી વધુ લોકો WhatsApp પર એક્ટિવ છે. જૂન મહિનામાં કંપનીને 7,893 ફરિયાદો મળી હતી, જેમાંથી કંપનીએ 337 વિરુદ્ધ કાર્યવાહી કરી છે.


આ ફીચર પર પણ કામ ચાલી રહ્યું છે


WhatsApp કોલિંગ ઈન્ટરફેસ બદલવા જઈ રહ્યું છે. હાલમાં કંપની તેનું ટેસ્ટિંગ કરી રહી છે. ટૂંક સમયમાં જ તમને વોટ્સએપ પર ઇનકમિંગ કોલ આવવા પર ડિક્લાઇન અથવા આન્સરનો વિકલ્પ મળશે. તમે નોટિફિકેશનમાં જોઇને એક્ટિવ કોલ પરથી તેને રિસીવ અને ઇગ્નોર કરી શકશો.