WhatsApp: મેટા કંપનીની સીઇઓ માર્ક ઝકરબર્ગે વૉટ્સએપ યૂઝર્સ માટે એક ખાસ ફિચર્સ લૉન્ચ કર્યુ છે, કંપની પોતાના યૂઝર્સને વધુ ફેસિલિટી અને યૂઝર ફ્રેન્ડલી બનાવવા માટે નવા નવા અપડેટ આપતી રહે છે. આ નવા ફિચર દ્વારા હવે યૂઝર્સને WhatsApp બિઝનેસ એપમાં કોઇ બ્રાન્ડ કે બિઝનેસને સર્ચ કરવાની સુવિધા મળી શકશે. 


બ્રાઝિલમાં વૉટ્સએપ બિઝનેસ સમિટમાં માર્ક ઝકરબર્ગે લોકોને વૉટ્સએપ પર આ નવા ફિચર વિશે જાણકારી આપી છે. સીઇઓ માર્ક ઝકરબર્ગે કહ્યું કે, આ બિઝનેસ અપડેટ અંતર્ગત હવે વૉટ્સએપ યૂઝર્સ આ એપમાં જ બિઝનેસ સર્ચ પણ કરી શકશે અને આના દ્વારા સીધુ શૉપિંગ પણ કરી શકાશે. ભારતીય યૂઝર્સને આ ફિચર મળ્યા બાદ ઘણુ બધુ કામ કરવુ વૉટ્સએપથી આસાન બની જશે, અને સમય પણ બચશે.


કઇ રીતે કામ કરશે આ ફિચર - 
આ સમિટમાં બતાવવામા આવ્યુ કે યૂઝર્સ કોઇ બ્રાન્ડ અને નાના બિઝનેસ વિશે વૉટ્સએપ પર સર્ચ કરી શકશે, ઇચ્છે તો કેટેગરીના લિસ્ટ દ્વારા કે પછી આના સર્ચ કરવામા આવેલ નામ ટાઇપ કરીને આને શોધી શકાશે. અમે પોતાના ડાયરેક્ટલી ફિચરને એક્સપાન્ડ કર્યા બાદ આને આખા બ્રાઝિલમાં શરૂ કરી ચૂક્યા છીએ. આ ઉપરાંત પોતાના વૉટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મનો યૂઝ કરીને આને બ્રાઝિલ ઉપરાંત કેટલાક બીજા દેશોમાં પણ લૉન્ચ કરવામાં આવી રહ્યું છે. 


વૉટ્સએપના નવા ફિચરની ડિટેલ્સ -
તમે કોઇપણ કંપની કે બ્રાન્ડ સાથે તેના વૉટ્સએપ પ્રૉફાઇનલ પર આપવામાં આવેલા નંબરથી જ કૉન્ટેક્ટ કરી શકશો. 
યૂઝર્સ વૉટ્સએપમાં જ સર્ચ કરીને પણ તમે કંપની સાથે સંપર્ક કરી શકશો. 
લોકો વૉટ્સએપ પર એક બ્રાન્ડ કે એક સ્મૉલ બિઝનેસ સર્ચ કરી શકશે. 
કેટેગરીનુ લિસ્ટની બ્રાઉઝિંગ દ્વારા કે નામ ટાઇપ કરીને પોતાની પસંદગીની પ્રૉડક્ટને શોધી અને તેને વેચનારાનો કૉન્ટેક કરી શકશો.
યૂઝર્સને અલગ અલગ વેબસાઇટ્સ પરથી ફોન નંબર સર્ચ કરવાથી બચાવશે.
તમે આસાનીથી કોઇપણ બિઝનેસ એકાઉન્ટની સાથે ચેટ શરૂ કરી શકો છો.
શૉપિંગ કરવા ઇચ્છતા હોય, તો તમે આ ચેટમાં જ કરી શકશો.
તમે સીધુ વૉટ્સએપ પરથી કોઇ સમાનનો ઓર્ડર કરી શકશો. આ બિઝનેસ એપમાં પણ યૂઝર્સની સેફ્ટી અને પ્રાઇવસી રહેશે. 
આ એક બેસ્ટ એન્ડ ટૂ એન્ડ કૉમર્સ એક્સપીરિયન્સ હશે.