નવી દિલ્હી: દુનિયાભરમાં વ્હોટ્સએપ મેસેજિંગ એપનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત સતત મેસેજના કારણે લોકો પરેશાન થઈ જતાં હોય છે, ત્યારે હવે તેમની પરેશાનીના ઉકેલ માટે વ્હોટ્સેપ જલ્દી જ નવુ ફીચર લાવી રહ્યું છે. વ્હોટ્સએપ છેલ્લા કેટલાક સમયથી એક નવા ફીચરને લઈને કામ કરી રહ્યું છે. તેનું નામ વેકેશન મોડ છે.

રિપોર્ટ અનુસાર આ ફીચર જલ્દીજ યૂઝર્સને મળી શકે છે. વ્હોટ્સએપનું આ વેકેશન મોડ પોતાના નામને અનુરુપ ઘણા બધા મેસેજિસ, અપડેટ્સ અને બિન જરૂરી ચિટ-ચેટથી છૂટકારો અપાવશે.

વેકેશન મોડ દ્વારા આપ પર્સનલ અને ગ્રુપ ચેને આર્કાઈવ કરીને બ્રેક લઈ શકો છો. આ નવા ફીચરમાં રેગ્યુલર આર્કાઈવિંગથી આ ડિફરેન્સ રહેશે કે નવી એક્ટિવિટી હોવા છતાં પણ ચેટ આર્કાઈવ જ રહેશે. હાલમાં તમે જ્યારે કોઈ પણ ટેને આર્કાઈવ કરો છો તો તે બોટમમાં જતું રહે છે પરંતુ જ્યારે નવો મેસેજ આવે છે ત્યારે તે ચેટ પરત ટોપ પર આવી જાય છે.
નવા ફિચર વેકેશન મોડ માટે અલગથી ડેડિકેટેડ એક્શન રહેશે. જ્યારે યૂઝર આ મોડને અનેબલ કરશે તો આ ચેટ સેક્શનના ટોપ પર દેખાશે. તમામ ચેટ, આર્કાઈવ ચેટ્સના નામથી એક અમ્બ્રેલા તરીકે નજર આવશે.

તમે જ્યારે ટેબના રાઈટ હેન્ડ સાઈડમાં નોટિફિકેશનને જોશો તો ત્યાં આર્કાઈવનું ઓપ્શન નજર આવશે. રિપોર્ટ અનુસાર, નોટિફિકેશનમાં યૂઝર બિહેવિયર ઓફ આર્કાઈવ્ડ ચેટ્સનું ઓપ્શન યૂઝ કરી શકાશે. આ બને ઓપ્શન, નોટિફાઈ ન્યૂ મેસેજ અને ઓટો હાઈડ ઈનએક્ટિવ ચેટ્સ હશે. હાલમાં નવા વેકેશન મોડામાં ઓટોઆર્કાઈવ પર્સનલ અને ગ્રુપ ચેટનું ઓપ્શન મળવાની સંભાવના છે.