WhatsApp Secret Trick: દુનિયાભરમાં મોટીભાગની વસ્તી વૉટ્સએપનો ઉપયોગ કરે છે. આજના સમયમાં આ એપ એક એવું માધ્યમ બની ગયું છે જેના દ્વારા દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલા વ્યક્તિ સાથે ચેટિંગ - વાતચીત કરી શકાય છે. આ સાથે તમે સારી ગુણવત્તામાં વીડિયો કૉલ પણ કરી શકો છો. તમારા વૉટ્સએપ પર આવા ઘણા ફિચર્સ છે, જેના વિશે તમે જાણતા પણ નથી. અહીં અમે તમને આવું જ એક ખાસ ફિચર અને તેની ઉપયોગીતા બતાવી રહ્યાં છીએ. 


અમે તમને એવા જ એક ફિચર વિશે પણ જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમને ખબર પડશે કે તમે કોની સાથે સૌથી વધુ વાતો કરો છો. આ ફિચરની મદદથી તમે ઘણી વસ્તુઓ જાણી શકો છો. પ્રથમ એ છે કે તમે જાણી શકો છો કે તમે કોની સાથે સૌથી વધુ વાત કરી છે. આ સાથે બીજી વાત એ છે કે એક કૉન્ટેક્ટ સાથે ચેટિંગને કારણે તમારા ફોનનું કેટલુ સ્ટૉરેજ ભરાઈ રહ્યું છે. આ રીતે તમને ખ્યાલ આવશે કે તમે કઈ વસ્તુઓને દૂર કરી શકો છો અથવા કાઢી શકો છો.


કઇ રીતે જાણી શકો છો ? 
આ માટે સૌથી પહેલા તમારે ફોનમાં વૉટ્સએપ ઓપન કરવાનું રહેશે.
હવે એપની ઉપર જમણી બાજુએ જાઓ અને ત્રણ બિંદુઓ પર ટેપ કરો.
ડોટ પર ટેપ કર્યા પછી, તમને એક ડ્રૉપ ડાઉન મેનૂ દેખાશે, જે તમારે ખોલવાનું છે.
હવે તમે અહીં સેટિંગ્સ જોશો, તેના પર ટેપ કરો
સેટિંગ્સ પર ટેપ કર્યા પછી તમારે ડેટા અને સ્ટૉરેજ વપરાશ પર જવું પડશે.
અહીં ગયા પછી તમારી સામે કોન્ટેક્ટ્સ અને ગ્રૂપની સંપૂર્ણ યાદી ખુલશે.
અહીં તમે મેસેજ, કૉન્ટેક્ટ, પ્લેસ, ફોટા, વીડિયો અથવા ઑડિયોની વિગતો મેળવી શકો છો.
આ સાથે, તમે નીચે જમણી બાજુએ આપેલા 'ફ્રી અપ સ્પેસ' વિકલ્પમાંથી સ્ટોરેજ ખાલી કરી શકો છો.
વૉટ્સએપના આ ફિચરની મદદથી ઘણી વસ્તુઓને સરળ બનાવી શકાય છે. સંપૂર્ણ સ્ટૉરેજને કારણે કોઈપણ સ્માર્ટફોનની સ્પીડ ઓછી થઈ જાય છે, જેના કારણે WhatsAppના ડેટા અને સ્ટૉરેજ વિકલ્પનો ઉપયોગ કરવો તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.