WhatsApp: વૉટ્સએપ આજની જરૂરિયાત બની ગયુ છે. કદાચ જ કોઇ સ્માર્ટફોન યૂઝર હશે જે હવે વૉટ્સએપ યૂઝ ના કરતો હોય. સોશ્યલ મીડિયાની દુનિયામાં આ સૌથી પૉપ્યૂલર એપ્સમાંની એક છે. જરા વિચારો કે આ એપ બ્લૉક થઇ જાય તો? આના વિશે વિચારતા જ આપણે ચિંતામાં મુકાઇ જઇએ છીએ.
છેલ્લા કેટલાય સમયથી ફેસબુક દ્વારા ચલાવવામાં આવી રહેલી વૉટ્સએપ મેસેન્જર એપ (Whatsapp messenger app)માં કેટલાય નવા ફિચર્સ એડ કરવામાં આવ્યા છે. આ તમામ ફિચર્સને જોડવા છતાં વૉટ્સએપ મેસેન્જર એપમાં કેટલાય એવા ફિચર્સ છે જે બીજી એપ્સમાં મળે છે. આમાં auto-replies અને scheduling chats જેવા ઓપ્શન પણ સામેલ છે.
એક રિપોર્ટ અનુસાર કેટલાક સૉફ્ટવેર ડેવલપર્સે આ ફિચર્સને જોડીને વૉટ્સએપનુ અનઓફિશિયલ વર્ઝન તૈયાર કર્યુ છે. આ વર્ઝન લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે અને તે પોતાની વૉટ્સએપ ચેટ્સ અહીં ટ્રાન્સફર કરી રહ્યાં છે, પરંતુ અમે તમને બતાવી દઇએ છીએ કે આ વૉટ્સએપનું અનઓફિશિયલ વર્ઝન છે.
વૉટ્સએપ આવી એપ્સને બતાવી અસુરક્ષિત-
વૉટ્સએપે એક નિવેદનમાં બતાવ્યુ કે થર્ડ પાર્ટી એપ્સ યૂઝરની સુરક્ષાની સાથે સમાધાન કરે છે. આ દુર્ભાગ્યપૂર્ણ સૉફ્ટવેર મોકલી યૂઝરની જાણકારીને હેક કરી શકે છે. આની સાથે આ એપ્સ Google Play Store જેવી અપેક્ષાકૃત સુરક્ષિત પ્લેટફોર્મથી ડાઉનલૉડ કરવામાં આવી શકે છે.
આ અન્ય વેબસાઇટોથી સાઇડ-લૉડેડ અને યૂઝર ગેજેટને સંક્રમિત કરી શકે છે. આની સાથે જ વૉટ્સએપે બતાવ્યુ કે આમાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન (End to End Encryption)ની ક્ષમતા છે જે આને સુરક્ષિત બનાવે છે અને યૂઝરની ગોપનિયતા બનાવી રાખવામાં મદદ કરે છે.