Merry Christmas 2022: ક્રિસમસમાં હવે થોડાક જ દિવસે બાકી રહ્યાં છે. લોકો આ તહેવાર માટે ખુબ એક્સાઇટેડ છે. 25 ડિસેમ્બરે કોઇ એક નહીં પરંતુ દુનિયાભરમાં ક્રિસમસને સેલિબ્રેટ કરવામાં આવે છે, દુનિયાભરમાં આના સેલિબ્રેશનની તૈયારીઓ ખુબ પુરજોશથી ચાલુ થઇ ગઇ છે. આવામા લોકો ક્રિસમસ માટે પોતાના ઘરના સજાવટનો સામાન ખરીદી રહ્યાં છે, અને પોતાના ઘરોને સજાવી રહ્યાં છે. ઘર, દુકાન અને બજાર જ નહીં સ્માર્ટફોનની એપ્સ પણ ક્રિસમસ ખુમાર અને New Year 2023 થીમ સાથે અપડેટ કરવામાં આવી છે.
વૉલપેપર અને થીમમાં કરી શકો છો ફેરફાર -
હવે ક્રિસમસને પોતાના સ્માર્ટફોન પર પણ સેલિબ્રેટ કરવા માટે માટે સ્માર્ટફોન વૉલપેપર અને થીમ બદલી શકો છો, અહીં સુધી વાત ખતમ નથી થતી, અપડેટ એટલુ બેસ્ટ આવી ચૂક્યુ છે કે, હવે તમે પોતાની એપ્સના આઇકૉનને પણ બદલી શકો છો, આપણા સ્માર્ટફોનમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આજે અમે તમને બતાવી આને કસ્ટમાઇઝ કરવાના વાત કરીશું, ખરેખરમાં વૉટ્સએપ કેટલાય પ્રકારના કસ્ટમાઇઝના ઓપ્શન આપે છે. જોકે કેટલાય લોકો આનાથી પરિચિત નથી હોતા. તમે પોતાના વૉટ્સએપ આઇકૉન પર ક્રિસમસ હેટ લગાવી શકો છો, જાણો શું છે રીત.......
પોતાના વૉટ્સએપ પર આ રીતે લગાવો ક્રિસમસ હેટ -
આ માટે તમારે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટૉર પરથી Nova લૉન્ચરને ઇન્સ્ટૉલ કરવાનુ છે.
હવે લૉન્ચર ચાલુ કરી દો, તમારી સ્ક્રીન પર આવેલી તમામ શરતોને ધ્યાનથી વાંચો, અને એક્સેપ્ટ કરો.
આ પછી થોડાક સમય માટે વૉટ્સએપ આઇકૉન પર ટેપ કરો.
હવે મેનૂમાંથી એડિટ ઓપ્શન પર ક્લિક કરો.
ગેલેરીમાંથી ક્રિસમસ હેટની સાથે વૉટ્સએપ આઇકૉનની ઇમેજ પસંદ કરી લો.
હવે સેવ ચેન્જીસ પર ટેપ કરી દો.
નૉટઃ આ સ્ટેપ્સ માત્ર વૉટ્સએપ માટે જ નથી પરંતુ, તમે આનો ઉપયોગ કરીને સ્માર્ટફોનમાં રહેલી કોઇપણ એપના આઇકૉનને કસ્ટમાઇઝ કરી શકો છો.
WhatsApp એ નવેમ્બરમાં 37 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યો, જાણો કેમ?
ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે નવેમ્બર મહિનામાં લાખો ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. મેસેજિંગ પ્લેટફોર્મનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે વોટ્સએપે 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી 37 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપે ઓક્ટોબર મહિનામાં પણ લાખો એકાઉન્ટ્સ પર સમાન પ્રતિબંધ લાગુ કર્યો હતો, પરંતુ તે સમયે એકાઉન્ટ્સની સંખ્યા વર્તમાન સંખ્યા કરતા 2 લાખ ઓછી હતી. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 37 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાંથી 9 લાખ 90 હજાર એકાઉન્ટ એવા છે, જેને કોઈ પણ યુઝર દ્વારા જાણ કરતા પહેલા જ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા.