WhatsApp: મેટાની માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપે યુઝર્સને જાહેરાતો બતાવવાનું શરૂ કરી દીધું છે. તાજેતરના વર્ષોમાં વોટ્સએપમાં આ સૌથી મોટો ફેરફાર છે અને હવે યુઝર્સને ચેનલ અને સ્ટેટસમાં જાહેરાતો જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભારત સહિત ઘણા દેશોમાં પહેલાથી જ રોલઆઉટ થઈ ગયું છે. હાલમાં ચેટ્સ સંપૂર્ણપણે એડ-ફ્રી છે. પરંતુ આ ફેરફાર સ્પષ્ટ કરે છે કે મેટાએ વોટ્સએપનું મોનેટાઈઝેશન કરવા તરફ પગલાં લીધાં છે.
છેલ્લા કેટલાક દિવસોમાં જાહેરાતો દેખાવા લાગી છે
ઘણા યુઝર્સે છેલ્લા કેટલાક દિવસોમાં સ્ટેટસ અપડેટ્સ અને ચેનલોમાં પ્રમોશનલ પોસ્ટ્સ જોવાની જાણ કરી છે. ઘણા યુઝર્સે વોટ્સએપની નવી જાહેરાત નીતિ અંગે ઇન-એપ નોટિફિકેશન મળવાની પણ જાણ કરી છે. નોંધનીય છે કે મેટાએ પહેલાથી જ પુષ્ટી કરી છે કે વોટ્સએપ સ્ટેટસમાં જાહેરાતો દેખાશે અને હવે તે વધુ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે. વોટ્સએપ કહે છે કે આ જાહેરાતો લોકોને વ્યવસાયો શોધવામાં અને એપ્લિકેશનમાંથી સીધા ઉત્પાદનો અને સેવાઓ વિશે વાતચીત કરવામાં મદદ કરશે. યુઝર્સઓની ખાનગી ચેટ્સ, કોલ્સ અને સ્ટેટસનો ઉપયોગ એડ ટારગેટિંગ માટે કરવામાં આવશે નહીં અને પહેલાની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે.
યુઝર્સ પાસે કયા વિકલ્પો છે?
જ્યારે કોઈ જાહેરાત દેખાય છે ત્યારે યુઝર્સે એડવરટાઈઝરની પ્રોફાઇલ જોઈ શકે છે અને તેની પ્રોડક્ટ અને સર્વિસ અંગે વધુ જાણકારી લઈ શકે છે. સાથે જ એડને હાઈડ અને રિપોર્ટ કરવાનો ઓપ્શન પણ મળે છે. જો કોઈ યુઝર્સ જાહેરાત હાઈડ કરવા માંગે છે તો તેણે સ્પોન્સર્ડ લેબલ પર ટેપ કરવું પડશે. બાદમાં હાઈડ એડ પર ટેપ કરો અને થ્રી-ડોટ મેનું પર જઈને એડ હાઈડ કરી શકો છો. જો કોઈ યુઝર્સ જાહેરાતોને મેનેજ કરવા માંગે છે તો તેમણે સેટિંગ્સમાં જવું પડશે અને એકાઉન્ટ સેન્ટરમાં જવું પડશે, એકાઉન્ટ સેટિંગ્સ ખોલવી પડશે અને એડ પ્રેફરન્સ સેટ કરી શકે છે.
ફેક ન્યૂઝ અને અફવાઓ ફેલાવવી એ ગંભીર ગુનો હોઈ શકે છે
WhatsApp પર મેેસેજ ફોરવર્ડ કરવા સામાન્ય છે, પરંતુ જો આ મેસેજમાં અફવાઓ, દ્વેષપૂર્ણ ભાષણ અથવા ખોટી માહિતી હોય, તો તે સમસ્યાઓનું કારણ બની શકે છે. ભારતમાં, ફેક સમાચાર ફેલાવવા એ IT કાયદા અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ સજાપાત્ર ગુનો છે. જો તમારો ફોરવર્ડ કરેલો મેસેજ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડે છે, રમખાણો ઉશ્કેરે છે અથવા કોઈની છબી ખરાબ કરે છે, તો પોલીસ તમારી સામે કાર્યવાહી કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં, ફક્ત એક જ મેસેજ ફોરવર્ડ કરવા બદલ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.