WhatsApp New Feature: વોટ્સએપ (WhatsApp) પર દરરોજ નવા ફીચર્સ વિશેની માહિતી આવતી રહે છે. હાલમાં જ WhatsApp ઘણા નવા ફીચર્સ (WhatsApp New Feature) લઈને આવ્યું છે. આ સાથે કંપની હવે સ્ટેટસ અપડેટને લઈને એક નવું ફીચર લાવી રહી છે, જે OS યુઝર્સ માટે છે.






અગાઉ આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે ટેસ્ટ કરવામાં આવ્યું હતું. યુઝર્સ ઘણા સમયથી આ ફીચરની રાહ જોઈ રહ્યા હતા. આ નવા ફીચરમાં યુઝર્સ સ્ટેટસ અપડેટમાં એક મિનિટનો વીડિયો પણ શેર કરી શકશે.


તમે WhatsApp પર 1 મિનિટનો વીડિયો શેર કરી શકો છો


અત્યાર સુધી વોટ્સએપ પર માત્ર 30 સેકન્ડનું જ વિડિયો સ્ટેટસ પોસ્ટ કરી શકાતું હતું, પરંતુ આ નવા ફીચરની રજૂઆત બાદ સ્ટેટસની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. WABetaInfo એ આ નવા ફીચરની માહિતી આપી છે. આટલું જ નહીં WABetaInfoએ નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.


તમે ક્યાં ચેક કરી શકો છો?


બીટા યુઝર્સ iOS 24.10.10.74 માટે WhatsApp બીટામાં આ અપડેટ ચેક કરી શકે છે. યુઝર્સ લાંબા સમયથી સ્ટેટસમાં લાંબા વીડિયો શેર કરવાના ફીચરની માંગ કરી રહ્યા હતા, જે બાદ તેમની માંગ પૂરી થવા જઈ રહી છે. બીટા ટેસ્ટિંગ પૂર્ણ થયા પછી જ આ સુવિધા વૈશ્વિક યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. અગાઉ, કંપનીએ Android 2.24.7.6 માટે WhatsApp બીટામાં આ માહિતી આપી હતી.


અગાઉ, વોટ્સએપે લિંક કરેલ ડિવાઇસમાં  ચેટ લોકની સુવિધા વિશે વિગતો આપી હતી. હાલમાં આ ફીચર માત્ર કેટલાક લોકો માટે જ બહાર પાડવામાં આવ્યું છે. WABetainfo એ WhatsAppના આ નવા આવનારા ફીચર વિશે માહિતી આપી છે. આ ચેટ લોક ફીચર એન્ડ્રોઇડ 2.24.11.9 અપડેટ માટે WhatsApp બીટામાં પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ફીચર સાથે જોડાયેલી માહિતી થોડા સમય પહેલા સામે આવી હતી, હવે આખરે કંપની તેને યુઝર્સ માટે લાવી છે.