WhatsApp New Feature: પાછલા કેટલાક દિવસોમાં, WhatsApp એ Android વપરાશકર્તાઓ માટે કોન્ટેક્ટ સેક્શનના ઇન્ટરફેસમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર એપ્લિકેશનના બીટા સંસ્કરણનો ઉપયોગ કરતા વપરાશકર્તા માટે કરાયો છે. ફેસબુકની માલિકીના પ્લેટફોર્મે વિભાગને બે ભાગમાં વિભાજિત કર્યો છે - વારંવાર સંપર્ક કરાયેલ અને તાજેતરની ચેટ્સ. ફ્રિક્વન્ટ કોન્ટેક્ટ્સ એવા વપરાશકર્તાઓને બતાવે છે કે જેનો તમે વારંવાર સંપર્ક કરો છો અને તાજેતરના ચેટ્સ ભાગ એવા વપરાશકર્તાઓને બતાવે છે કે જેમનો તમે તાજેતરમાં સંપર્ક કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર વોટ્સએપ જૂના કોન્ટેક્ટ લિસ્ટને રિપોર્ટ કરી રહ્યું છે.


પ્લેટફોર્મે ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ દ્વારા એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવું અપડેટ રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. આ અપડેટ એપના વર્ઝનને 2.22.5.9 પર લાવે છે. અહેવાલો મુજબ વપરાશકર્તાઓ તરફથી પ્રતિક્રિયાનો સામનો કર્યા પછી WhatsApp હવે જૂના ઇન્ટરફેસને ફરીથી રોલઆઉટ કરી રહ્યું છે, પરંતુ તમામ મટે અપડેટ ઉપલબ્ધ થવામાં થોડો સમય લાગી શકે છે.


એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર બીટા યુઝર્સ માટે ગ્રુપ વોઈસ કોલ દરમિયાન જોવા મળતી એપ વિન્ડોની ડિઝાઈનમાં પણ WhatsAppએ ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે. આઇઓએસ અને એન્ડ્રોઇડ યુઝર્સ માટેના છેલ્લા બીટા અપડેટમાં ડિઝાઇન ફેરફારના સંદર્ભો પહેલેથી જ મળી આવ્યા હતા. કંપની ગ્રુપ કોલ દરમિયાન તમામ સહભાગીઓ માટે વૉઇસ વેવફોર્મ પણ ઉમેરી રહી છે. વૉઇસ વેવફોર્મ વૉઇસ નોટ્સમાં જોવા મળતાં સમાન હોય છે.


એક રિપોર્ટ અનુસાર, ડિઝાઇનમાં ફેરફાર ઓછા છે પરંતુ તે પેજને નવો લુક આપે છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે નવી ડિઝાઇન હાલમાં માત્ર અમુક એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે, પરંતુ પ્લેટફોર્મ આગામી અઠવાડિયામાં તેને વધુ વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરશે. આ ફીચર માત્ર બીટા વર્ઝનમાં જ ઉપલબ્ધ હોવાથી, પ્લેટફોર્મ ક્યારે તેને સાર્વજનિક રૂપે રિલીઝ કરશે તે હજુ સુધી જાણી શકાયું નથી.