નવી દિલ્હીઃ વૉટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ વપરાતી મેસેજિંગ એપ છે. આ એટલા માટે પૉપ્યૂલર છે કેમકે આમાં યૂઝર્સની સહૂલિયત પ્રમાણે ફિચર્સ લૉન્ચ અને અપડેટ કરવામાં આવ્યા છે. આજે અમે તમને એક એવી ટ્રિક વિશે બતાવી રહ્યાં છીએ, જે તમારા માટે ખુબ કામની સાબિત થઇ શકે છે. ખરેખરમાં, આપણે ક્યારેય જાણી જોઇને કોઇના વૉટ્સએપ મેસેજને ઓપન નથી કરવા માંગતા પરંતુ જાણવા માંગીએ છીએ કે શું મેસેજ આવ્યો છે. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ કે કઇ રીતે વિના ચેટ્સ બૉક્સ ખોલ્યે WhatsApp મેસેજ કઇ રીતે વાંચી શકાય છે. જાણો ટ્રિક્સ વિશે...... 
 
વિના ચેટ બૉક્સ ખોલ્યે વાંચો WhatsApp મેસેજ- 


WhatsApp મેસેજ વાંચવા માટે સૌથી પહેલા ફોનની હૉમ સ્ક્રીન પર જાઓ અને અહીં મસ્ટીટાસ્કિંગના ઓપ્શનને લૉન્ગ પ્રેસ કરો.
હવે તમને અહીં કેટલાક નવા ઓપ્શન દેખાશે, આમાં Widgetsના ઓપ્શનને સિલેક્ટ કરો. 
હવે અહીં અલગ અલગ એપ્સના શોર્ટ્કટ દેખાશે. 
આમાંથી તમારે WhatsApp શોર્ટકટને સર્ચ કરવાનુ છે. 
હવે તમે WhatsApp શોર્ટકટને ડ્રેગ કરીને ઓપન કરીને તમારા હિસાબથી જ ક્યાંય પણ રાખી શકો છો. 
આટલુ કર્યા બાદ તમારે કોઇપણ નવો મેસેજ આવ્યા બાદ ઓપન થતાં જ દેખાશે. 
પરંતુ જો તમે કોઇપણ મેસેજ પર ક્લિક કરો છો તો તમે સીધા WhatsApp ચેટમાં ચાલ્યા જશો. 


WhatsApp પર આ રીતે હાઇડ કરો પ્રૉફાઇલ પિક્ચર - 


પ્રૉફાઇલ પિક્ચર હાઇડ કરવા માટે સૌથી પહેલા WhatsAppને ઓપન કરો.
આ પછી એપના Settingsમાં જાઓ. 
હવે Accountમાં જઇને Privacy પર ટેપ કરી દો. 
આટલુ કર્યા બાદ પ્રૉફાઇલ પિક્ચર પર ટેપ કરો. 
WhatsApp પર ડિફૉલ્ટ સેટિંગમાં તમારી પ્રૉફાઇલ ફોટો પર Everyone મતલબ તમામને જોવાની પરમિશન હોય છે. 
જો તમે ઇચ્છો તો તમારી પ્રૉફાઇલ પિક્ચર તે લોકોને જ શૉ થશે જો તમારા કૉન્ટેક્ટ લિસ્ટમાં છે, તો Settingsમાં જઇને Everyoneની જગ્યા My Contact પર ટેપ કરી દો. 
વળી, જો તમે ઇચ્છો છો કે તમારુ પ્રૉફાઇલ પિક્ચર કોઇપણ ના જુએ તો તમારે આમાં 'No One'ના ઓપ્શનને સિલેક્ટ કરવુ પડશે. 
આટલુ કરતાં જ તમારી પ્રૉફાઇલ પિક્ચર કોઇપણ નહીં જોઇ શકે.