WhatsApp : ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ સતત ખુદને ડેવલ પર કરવા માટે કામ કરી રહ્યુ છે. કદાચ જ કોઇ અઠવાડિયુ એવુ હશે તેમાં તેને પોતાના કોઇ અપડેટન સમાચાર ના આપ્યા હોય. કંપની સતત એક પછી એક શાનદાર ફિચર્સ લાવી રહી છે. WhatsApp હવે બીજા કેટલાક નવા ફિચર પર કામ કરી રહી છે, આ પછી ચેટમાં એનિમેટેડ ઈમૉજીનો યૂઝ કરી શકાશે. હાલમાં આ ફિચર ટેલીગ્રામમાં અવેલેબલ છે. પહેલી નજરમાં એવુ લાગે છે કે, WhatsApp તેના પ્લેટફોર્મ પર તેના હરીફની તમામ સુવિધાઓ ઉમેરીને તેના પ્લેટફોર્મને શ્રેષ્ઠ બનાવવા માંગે છે. જાણો વૉટ્સએપના આ નવા ફિચર અંગેના સમાચાર.....


WhatsApp લાવી રહ્યું છે એનિમેટેડ ઈમૉજી ફિચર  -
વૉટ્સએપ પર નજર રાખનારી વેબસાઈટ WABetaInfo અનુસાર, વૉટ્સએપ એક નવા એનિમેટેડ ઈમૉજી ફિચર પર કામ કરી રહ્યું છે. આ નવો રિપોર્ટ બતાવે છે કે આગામી દિવસોમાં આપણને WhatsApp પર ઇન-એપ સ્ટીકરો અને ઇમૉશન્સ માટે વધુમા વધુ ઓપ્શન મળશે. આ ફિચર પહેલાથી જ ટેલીગ્રામમાં ઉપલબ્ધ છે. આવામાં એવુ માની શકાય કે વૉટ્સએપ ટેલીગ્રામની નકલ કરી રહ્યું છે. 


ફિચર આવ્યા બાદ તમે એક ઇમૉજી મોકલશો પરંતુ તે એનિમેટ થવા લાગશે. રિસીવ થયેલી ઇમૉજી પણ ઝૂમવા લાગશે. આ ફિચર ઘણા યૂઝર્સને આકર્ષી શકે છે. ખાસ કરીને જે યૂઝર્સ ઇમૉજી અથવા સ્ટીકરનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.




ફિચર થશે રિલીઝ ?
આ ફિચર ક્યારે રિલીઝ થશે તે અંગે હજુ કોઇ અપડેટ સામે આવ્યુ નથી. પરંતુ હાલમાં આ ફેસિલિટીનું ટેસ્ટિંગ મેસેજિંગ પ્લેટફોર્મના બીટા યૂઝર્સ પર કરવામાં આવી રહ્યું છે. એવી આશા છે કે, એકવાર ટેસ્ટિંગ પુરુ થયા બાદ આ ફેસિલિટી બધા માટે રૉલઆઉટ કરવામાં આવશે. અહીં બધાનો મતબલ iOS અને Android છે. કંપની આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને માટે ફિચર રૉલઆઉટ કરી શકે છે. ખાસ વાત છે કે, WABetaInfo એ પણ નોંધ્યું છે કે, વૉટ્સએપમાં કૉન્ટેક્ટ વ્યૂમાં કેટલાક નાના સુધારા કરવામાં આવ્યા છે. ટેક્સ્ટ નાની દેખાઇ રહી છે.


 


માર્ક ઝકરબર્ગ ફરી એકવાર છટણી કરશે! ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામમાંથી હજારો કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે


Meta Layoffs 2023: Facebookની પેરેન્ટ કંપની Meta Layoffs ફરી એક વખત મોટા પાયે કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મેટા પ્લેટફોર્મ્સે બુધવારે મેનેજરને છટણી પર કામ કરવાનો આદેશ આપ્યો છે. મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગે તાજેતરમાં જણાવ્યું હતું કે મેટા તેના ખર્ચને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.


આજે છટણીની જાહેરાત કરવામાં આવશે


બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ તેના મેનેજરોને બુધવારે છટણીની જાહેરાત કરવા કહ્યું છે. આવી સ્થિતિમાં તેણે પોતાની તૈયારીઓ કરવી જોઈએ. આ છટણી ફેસબુકની સાથે સાથે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને પણ અસર કરશે. મેટાએ છટણીના આ રાઉન્ડમાં કુલ 10,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવાની તૈયારી કરી છે. માર્ચમાં, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝકરબર્ગે જાહેરાત કરી હતી કે કંપની 10,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં છટણીનો બીજો રાઉન્ડ મે મહિનામાં જાહેર કરવામાં આવશે.