WhatsApp user safety report august: સોશ્યલ મીડિયા કંપની વૉટ્સએપે ઓગસ્ટ મહિનામાં ભારતમાં 74 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કંપનીએ આઈટી નિયમો 2021 હેઠળ આ કાર્યવાહી કરી છે. આ તમામ ખાતાઓ કોઈને કોઈ ગેરરીતિમાં સામેલ હતા. કંપનીએ 1 ઓગસ્ટ, 2023 થી 31 ઓગસ્ટ, 2023 વચ્ચે 74,20,748 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાંથી 35,06,905 એકાઉન્ટને વૉટ્સએપ દ્વારા તેની પોતાની કાર્યવાહીના ભાગરૂપે કોઈપણ ફરિયાદ વિના પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કંપની આ તેની નીતિ મુજબ અને પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે કરે છે.
ઓગસ્ટ મહિનામાં કંપનીને 14,767 ફરિયાદ અહેવાલો મળ્યા હતા, જેમાંથી કંપનીએ 17 એકાઉન્ટ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. વૉટ્સએપ એકાઉન્ટના જીવન ચક્રમાં ત્રણ મુખ્ય તબક્કાઓ પર હાનિકારક અથવા અપમાનજનક એકાઉન્ટ્સ શોધવા માટે કામ કરે છે: નોંધણી, મેસેજિંગ અને યૂઝર્સ અહેવાલો અને બ્લૉક્સના સ્વરૂપમાં તેને પ્રાપ્ત થતા નકારાત્મક સંદેશાઓનો પ્રતિસાદ આપવો.
ગયા મહિને 1 અને 31 જુલાઈની વચ્ચે કંપનીએ 72,28,000 WhatsApp એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાંથી 31,08,000 એકાઉન્ટ્સ કંપનીએ કોઈપણ ફરિયાદ વિના પહેલેથી જ પ્રતિબંધિત કરી દીધા હતા.
આ ભૂલો કરવાથી સીધા જ બેન થઇ શકે છે એકાઉન્ટ્સ -
જો તમે વૉટ્સએપ દ્વારા કોઈ ગેરરીતિમાં સંડોવાયેલા હોવ તો કંપની કોઈપણ સમયે તમારા એકાઉન્ટને પ્રતિબંધિત કરી શકે છે. પ્લેટફોર્મ પર અશ્લીલ મેસેજ, બ્લેક મેઇલિંગ, સ્પામ, ફેક જૉબ, ચીટિંગ, છેતરપિંડી વગેરે જેવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. એટલું જ નહીં કંપની નગ્નતા પર પણ કાર્યવાહી કરે છે. જો તમે WhatsApp પર આ પ્રકારનું કામ કરી રહ્યા છો, તો કંપની તમારું એકાઉન્ટ કાયમ માટે બંધ કરી શકે છે.
નવી ફિચર્સ પર ચાલી રહ્યું છે કામ
પ્લેટફોર્મને સુરક્ષિત રાખવાની સાથે વૉટ્સએપ યૂઝર અનુભવને બહેતર બનાવવા માટે એપમાં નવા ફિચર્સ ઉમેરી રહ્યું છે. હાલમાં જ કંપનીએ એપમાં ચેનલ ફિચર એડ કર્યું છે. તેની મદદથી તમે તમારા મનપસંદ સેલેબ્સ, ક્રિએટર્સ અને સંસ્થાઓ સાથે જોડાઈ શકો છો. આવનારા સમયમાં એપમાં યૂઝરનેમ, મલ્ટી એકાઉન્ટ અને ઘણા નવા ફિચર્સ એડ થવા જઈ રહ્યા છે.