WhatsApp Update for IOS users: મેટા WhatsApp પર યુઝર અનુભવને વધુ સારો બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં Metaએ WhatsApp યુઝર્સને ઘણા શાનદાર ફીચર્સ આપ્યા છે. આ દરમિયાન વોટ્સએપને લગતું એક અપડેટ સામે આવ્યું છે. વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેના હેઠળ iOS યુઝર્સને કોમ્યુનિટી ગ્રુપમાં વધુ સારી રીતે વાંચવાની ક્ષમતા મળશે. મતલબ કે યુઝર્સને મોટા કદમાં મેસેજ જોવા મળશે.

વોટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo અનુસાર, WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેના હેઠળ iOS યુઝર્સને કોમ્યુનિટી ગ્રુપમાં વધુ સારી રીતે વાંચવાની ક્ષમતા મળશે. વેબસાઇટે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. તે જોઈ શકાય છે કે મેસેજ આખી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે અને તેની ફોન્ટ સાઈઝ પણ મોટી છે. આ સાથે જ મેસેજની ઉપર પ્રોફાઈલ પિક્ચર પણ જોવા મળે છે. આ ફીચરને કારણે તમે અન્ય ચેટ્સ અને કોમ્યુનિટી ગ્રુપ ચેટ્સ વચ્ચે તફાવત કરી શકશો. હાલમાં આ ફીચર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે, જેને કંપની આગામી સમયમાં રિલીઝ કરશે.

ચેટ્સ લોક કરવામાં સમર્થ હશે

વોટ્સએપ અન્ય ફીચર પર કામ કરી રહ્યું છે જેના હેઠળ યુઝર્સ વ્યક્તિગત ચેટને પણ લોક કરી શકશે. એટલે કે, જો તમે કોઈ વ્યક્તિ સાથે થયેલી વાતને તમારા સુધી સીમિત રાખવા માંગો છો, તો તેના માટે તમે આ ચેટ પર પાસકોડ અથવા ફિંગરપ્રિન્ટ લોક લગાવી શકો છો. જો કોઈ વ્યક્તિ આ ચેટ ખોલવાનો પ્રયાસ કરશે તો તેને પહેલા પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટની જરૂર પડશે. એક રીતે આ સુવિધા તમારી ગોપનીયતાને સુધારશે. આ સુવિધા પણ વિકાસના તબક્કામાં છે, જે નજીકના ભવિષ્યમાં બહાર પાડવામાં આવશે.

WhatsApp: વિન્ડોઝ યૂઝર્સ માટે નવી વૉટ્સએપ એપ લૉન્ચ, ઓડિયો-વીડિયો કૉલમાં મળશે આ ખાસ સુવિધા, જાણો

 દુનિયાની સૌથી મોટી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ કંપની મેટાએ પોતાના વિન્ડોઝ યૂઝર્સ માટે એક ખાસ એપ લૉન્ચ કરી દીધી છે. સમયાંતરે પોતાના યૂઝર્સને નવા નવા અપડેટ આપનારી કંપનીએ હવે વિન્ડોઝ યૂઝર્સને મોટી ગિફ્ટ આપી છે. મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે આ એપને લૉન્ચ કરી છે. આ નવી એપ દ્વારા ડેસ્કટૉપ યૂઝર્સની સાથે 8 લોકોની સાથે વીડિયો કૉલ અને મેક્સિમમ 32 લોકોની સાથે ઓડિયો કૉલ કરી શકો છો. કંપનીનું કહેવુ છે કે, નવા વિન્ડોઝ ડેસ્કટોપ વ્હોટ્સએપથી ડિવાઈસીસની વચ્ચે ચેટ કરવી એકદમ સરળ બની જશે.

બ્લોગ પોસ્ટમાં, મેટાએ જાહેરાત કરી કે Windows માટે તેની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનના નવા ફિચર્સ સાથે સુધારેલ વોટ્સએપ લાવવામાં આવ્યું છે. હાલમાં જ WhatsAppએ ગ્રુપ માટે બે નવા ફીચર્સ જાહેર કર્યા હતા. મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે વિન્ડોઝ માટેના કેટલાક ધમાકેદાર ફિચર્સ શેયર કર્યા છે. આ ફિચર્સની હાલમાં ભારે ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ આ ફિચર્સ વિશે વિગતવાર. મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગ અનુસાર હવે વિન્ડોઝ ડેસ્કટોપ એપ દ્વારા પણ વીડિયો અને ઓડિયો કોલીંગ કરી શકાશે. વોટ્સએપ અપડેટ કર્યા બાદ તમે આ સુવિધાનો લાભ લઈ શકશો. વોટ્સએપનું નવું વર્ઝન ડેસ્કટોપ યુઝર્સને 8 લોકો સાથે ગ્રુપ વિડિયો કૉલ્સ અને 32 લોકો સાથે ઑડિયો કૉલ્સમાં જોડાવાની મંજૂરી આપે છે. મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે વિન્ડોઝ વોટ્સએપ એપ ડાઉનલોડ કરવા માટે લિન્ક પણ શેયર કરી છે. જેના પર ક્લિક કરીને તમે નવી વોટ્સએપ ફિચર્સનો લાભ લઈ શકશો.