Whatsapp New Feature: વૉટ્સએપ એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે, જેનો ઉપયોગ વિશ્વભરના લાખો લોકો કરે છે. કંપની તેના યૂઝર્સ માટે સમયાંતરે નવા ફિચર્સ લાવતી રહે છે, જે તેમના માટે ખૂબ જ ઉપયોગી છે. હવે વૉટ્સએપ કેટલાક યૂઝર્સ માટે ચેટ-સ્પેશ્યલ થીમ્સ લૉન્ચ કરી રહ્યું છે. આની મદદથી યૂઝર્સ ચેટમાં અલગ અલગ થીમ આપી શકશે અને ચેટને વધુ સારી રીતે કસ્ટમાઈઝ કરી શકશે. ચાલો તમને આ ફિચર વિશે ડિટેલ્સમાં જાણીએ.


WaBetaInfoના એક રિપોર્ટ અનુસાર, iOS માટે WhatsApp 24.18.77 અપડેટ ચોક્કસ વાતચીત માટે ચેટ થીમ સેટ કરવાની સુવિધા લાવે છે. જો કે સત્તાવાર ચેન્જલૉગમાં આ ફિચરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ ટ્રેકિંગ વેબસાઇટનો દાવો છે કે તે અપડેટ સાથે આ ફિચરની પુષ્ટિ કરી શકે છે. અધિકૃત ચેન્જલોગ કૉમ્યૂનિટી ગૃપ ચેટ્સ માટે નવી સુવિધાઓની માહિતી આપે છે, જેમાં ગૃપ વિઝિબિલિટી અને કૉમ્યૂનિટી ઓનરશીપ સામેલ છે.


નવા ફિચરનો ફાયદો  - 
નવા ફિચર સાથે વૉટ્સએપ યૂઝર્સ 22 અલગ-અલગ થીમ્સ અને 20 કલર્સમાંથી પસંદ કરી શકશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યૂઝર્સ તેમની ચેટને વધુ સારી રીતે કસ્ટમાઈઝ કરી શકશે. કોઈ ખાસ વાતચીત માટે સ્પેશ્યલ થીમ પસંદ કરવાનો વિકલ્પ ચેટ માહિતી સ્ક્રીનમાં ઉપલબ્ધ હશે, જે વ્યક્તિગત, કાર્ય અને ગૃપ ચેટ વચ્ચે તફાવત કરવાનું સરળ બનાવે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ સુવિધા હાલમાં એપ સ્ટૉર અને ટેસ્ટફ્લાઇટ એપ્લિકેશન દ્વારા મર્યાદિત યૂઝર્સ માટે ઉપલબ્ધ છે, જેમાં બીટા પ્રોગ્રામમાં ભાગ લેનારાઓનો પણ સમાવેશ થાય છે.


આ પણ વાંચો


YouTube પરથી ગાયબ થઇ શકે છે Dislike બટન, થશે આ મોટા ફેરફારો