How to Cool Your Room While Running AC: અત્યારે જૂન મહિનો ચાલી રહ્યો છે અને કાળઝાળ ગરમીના કારણે લોકો કંટાળી ગયા છે. લોકો માટે એસી, કુલર અને પંખા વગર જીવવું મુશ્કેલ બની રહ્યું છે. મોટાભાગના લોકો એસી વગર જીવી શકતા નથી. પરંતુ એસી ચલાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. લોકો ઘણીવાર આ ભૂલ કરે છે કે તેઓ એસી ચલાવતી વખતે રૂમનો દરવાજો બંધ કરતા નથી. પરિણામે રૂમ ઝડપથી ઠંડો પડતો નથી અને મહિને વીજળીનું બિલ પણ હજારોમાં આવે છે.


અહી તમને એર કંડિશનરની કાર્યક્ષમતા કેવીરીતે વધારવી અને વીજળીનું બિલ બચાવવા માટે મહત્વપૂર્ણ ટિપ્સ જણાવી રહ્યા છીએ. સૌથી પહેલા તમારે એ કરવાનું છે કે જો રૂમમાં બારી-બારણા ખુલ્લા હોય તો તરત જ બંધ કરી દો. કારણ કે ઠંડી હવા ઝડપથી બહાર નીકળી જશે અને ગરમ હવા અંદર આવશે. આના કારણે તમારો રૂમ ઝડપથી ઠંડો નહીં થાય. તેનાથી વીજળીનો વપરાશ વધશે અને વીજળીનું બિલ પણ વધશે.


આ વાતનું પણ ધ્યાન રાખો
AC ચલાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે રૂમ ને સંપૂર્ણપણે બંધ રાખવો. જો તમે રૂમ બંધ ના રાખ્યો તો AC વ્યવસ્થિત રિતે કામ નહીં કરે અને તમારું વીજળીનું બીલ ખૂબ વધારે આવશે. AC ચલાવતી વખતે આ વાતનું પણ ધ્યાન રાખો કે તેનું કમ્પ્રેશન પર વધારે લોડ ન આવવો જોઈએ અને તે સામાન્ય રીતે કામ કરતું રહેવું જોઈએ. કારણ કે વધારે પળતો જો કમ્પ્રેશન પર લોડ આવે છે તો AC બ્લાસ્ટ થવાની અથવા ખરાબ થવાની સંભાવના વધી જાય છે માટે જ્યારે પણ AC ચલાવો ત્યારે નોર્મલ મોડ પર જ ચલાવો. 


જ્યારે રૂમ ઠંડો થઈ જાય છે, ત્યારે પંખો ચાલુ કરો
જો તમારો રૂમ ઠંડો થઈ ગયો હોય તો તમે પંખો ચાલુ કરી શકો છો. આ તમારા રૂમને લાંબા સમય સુધી ઠંડો રાખશે અને તમારા સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર નહીં પડે. લાંબા સમય સુધી AC ચલાવવાથી મશીન પર પણ ઘણો ભાર પડે છે અને AC બ્લાસ્ટિંગની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે.