World AI Beauty Contest: સુંદરતા એવી કે તેનો કોઈ જવાબ નહીં,ભારતની AI મોડેલ ઝારા શતાવરી ટોપ-10 માં શામેલ થઈ
India AI Model Zara Shatavari: ઝારા એક સ્વાસ્થ્ય અને ફિટનેશ ઇન્ફ્લુએન્સર છે અને તે પોતના સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય,એજ્યુકેશન અને ફેશનની ટિપ્સ આપતી રહે છે. જાર 1500 મોડેલ્સ માંથી ટોપ-10માં સમાવેશ થઈ છે.
World's First AI Contest: ટેકનોલોજીની આ દુનિયામાં એક પછી એક નવી વસ્તુઓ આવી રહી છે. હવે આજ યાદીમાં દુનિયાના સૌથી પેહલા AIમોડેલ બ્યુટી કોન્ટેસ્ટની ખૂબ ચર્ચા થઈ રહી છે,જેને બ્રિટનની ફેનવ્યૂ કંપની, વર્લ્ડ AI ક્રીએટર એવોર્ડ સાથે મળીને આયોજિત કરી રહી છે. મોટી વાત એછે કે ભારતની તરફથી બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા વાળી AI મોડેલ ટોપ-10માં શામેલ થઈ છે.
ભારતના AI જનરેટેડ મોડલનું નામ ઝારા શતાવરી છે, જેને 1500 મોડલમાંથી ટોપ-10 માટે પસંદ કરવામાં આવી છે. આ AI મોડલ એક ભારતીય મોબાઈલ એડ એજન્સીના સહ-સ્થાપક રાહુલ ચૌધરી દ્વારા બનાવવામાં આવ્યું છે, જે પોતાને ડિજિટલ મીડિયા નિષ્ણાત કહે છે. જ્યારે ઝારા એઆઈ બ્યુટી કોન્ટેસ્ટમાં પહોંચી હતી, ત્યારે રાહુલે લિંક્ડઈન પર તેના વિશે પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
કોણ છે ઝારા શતાવરી?
ઝારા ફૂડ, ટ્રાવેલ અને ફેશનની શોખીન છે. ઝારા સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રભાવક પણ છે અને તે તેના સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય, શિક્ષણ અને ફેશનને લગતી ટિપ્સ આપતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર ઝારા શતાવરીની ઘણી તસવીરો છે જેમાં તેની સુંદરતા જોઈ શકાય છે. ઝારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની દરેક એક્ટિવિટી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે.
ઝારા શતાવરી 1500માંથી ટોપ-10માં પસંદ થઈ
આ સ્પર્ધામાં 2 AI જજ હશે, જ્યારે PR સલાહકાર એન્ડ્રુ બ્લોચ અને બિઝનેસમેન સેલી એન-ફોસેટ પણ જજ તરીકે હાજર રહેશે. સૌંદર્ય સ્પર્ધાના પ્રથમ તબક્કામાં, 1500 પ્રતિભાગીઓમાંથી ટોચના 10 AI મોડલ પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ઝારા શતાવરીનો સમાવેશ થાય છે. હવે પ્રથમ 3 પોઝિશન જીતનાર મોડલને ઈનામ આપવામાં આવશે.